સરકાર ડિજિટલ પેમેન્ટ સંબંધી ગ્રાહકોની ફરિયાદોના ઉકેલ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૪૪૪૨ શરૂ કરવાની તૈયારીઓ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી તથા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે મળીને એક હેલ્પલાઇન નંબર ૧૪૪૪૨ શરૂ કરવાની યોજના બનાવી રહ્યાં છે. તમામ મોબાઇલ વોલેટ, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ-યુપીઆઇ અને ભીમના ગ્રાહકો પેમેન્ટ સંબંધી ફરિયાદો માટે એક પ્લેટફોર્મ ઉપર આવી શકશે, જ્યાં પોતાની ફરિયાદો નોંધાવી શકશે.
દરમિયાન ટેલિકોમ વિભાગે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને ડિજિટલ પેમેન્ટ સંબંધી ફરિયાદોના ઉકેલ માટે ૧૪૪૪૨ નંબરની ફાળવણી પણ કરી દીધી છે.
નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા કાળાં નાણાં ઉપર અંકુશ મૂકવા માટે વિભિન્ન સરકારી ટેક્સ ચુકવણીને ડિજિટલ માધ્યમ થકી જ ચૂકવવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
કરદાતા આ માધ્યમ થકી આવકવેરા વિભાગના પોર્ટલ પરના ઇ-ફાઇલિંગ ઓપ્શનમાં જઇ નોટિસ જોઇ શકશે.