Aapnu Gujarat
મનોરંજન

નિતેશ તિવારીની આગામી ફિલ્મમાં વરૂણ રહેશે

અભિનેતા આમીર ખાનની સુપરહિટ ફિલ્મ દંગલના નિર્દેશક નિતેશ તિવારી હવે નવા બે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. જે પૈકી એક ફિલ્મમાં વરૂણ ધવનને લેવામાં આવનાર છે. દંગલની શાનદાર સફળતા બાદ નિતેશ પોતાના નવા પ્રોજેક્ટને લઇને ભારે ખુશ છે.જે બે નવા પ્રોજેક્ટ નિતેશ પાસે છે તે પૈકી એક ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાળા રહેશે. જ્યારે અન્ય ફિલ્મના નિર્માતા રોની સ્ક્રુવાળા રહેશે. જેમાં સિદ્ધાર્થ રોય કપુરની ફિલ્મ હશે. બન્ને ફિલ્મના ટાઇટલ હવે જાહેર કરવામાં આવનાર છે. એવા અહેવાલ મળ્યા છે કે સાજિદ નડિયાદવાળાની ફિલ્મ માટે વરૂણની પસંદગી કરી લેવામાં આવી છે. હાલમાં વરૂણ ધવન લંડનમાં પોતાની ફિલ્મ જુડવા-૨ના શુટિંગમાં વ્યસ્ત છે. પરંતુ લંડન જતા પહેલા જ વરૂણ નિતેશની ફિલ્મને લઇને નિર્ણય કરી ચુક્યો છે. નિતેશની ફિલ્મમાં કામ કરવા માટે તે તૈયાર પણ થઇ ગયો છે. જુડવા-૨ની ફિલ્મના શુટિંગ બાદ આ ફિલ્મ પર કામ શરૂ કરાશે. ફિલ્મના વિષયને લઇને ચર્ચા શરૂ કરી દેવામાં આવી છે. આ ફિલ્મ એક રોમેÂન્ટક ફિલ્મ સાબિત થનાર છે. અત્રે નોંધનીય છે કે જુડવા-૨ ફિલ્મના નિર્માતા પણ સાજિદ નડિયાદવાળા જ છે.
વરૂણ ધવન આ દરમિયાન નિર્દેશક અને નિર્માતા સુજિત સરકારની એક અનટાઇટલ ફિલ્મ માટે પણ કાર કરવા માટે તૈયાર થઇ ગયો છે. સુજિતની આ ફિલ્મ એક ફુટબોલ ખેલાડીની લાઇફ પર આધારિત છે. જેની લાઇફ એક મેચ બાદ બદલાઇ જાય છે. સુજિત પહેલા જ ફિલ્મ માટે રણબીર સાથે વાત કરી ચુક્યા છે. જા કે રણબીર બે ફિલ્મને લઇને પહેલાથી જ વ્યસ્ત છે. રણબીર હાલમાં જગ્ગા જાસુસ અને સંજય દત્તની લાઇફ પરની ફિલ્મમાં કામ કરી રહ્યો છે.

Related posts

वित्त मंत्रालय ने GST राजस्व भरपाई को 6,000 करोड़ रुपए की नौवीं किस्त जारी की

editor

સની લિયોનીએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ

aapnugujarat

આલિયા ભટ્ટ અને રણબીર આગામી વર્ષે લગ્ન કરી શકે

aapnugujarat

Leave a Comment

URL