Aapnu Gujarat
ગુજરાત

જિલ્લા કલેકટરે વડોદરા જિલ્લા આયોજન મંડળની નવીનીકરણ પામેલી કચેરીનું લોકાર્પણ કર્યુ

જિલ્લા કલેકટર પી. ભારતીએ વડોદરા જિલ્લા આયોજન મંડળની નવીનીકરણ પામેલી કચેરીનું લોકાર્પણ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે કુબેર ભવનના પહેલા માળે આવેલી આ કચેરીને નવીનીકરણના ભાગરૂપે કોર્પોરેટ લુક આપવાની સાથે, સુવિધા સુસજ્જ બનાવવામાં આવી છે.

જિલ્લા કલેકટરે આ પ્રસંગે જિલ્લા આયોજન અધિકારીશ્રી રાવલ અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે, જિલ્લાના સમતોલ વિકાસમાં આયોજન મંડળની ચાવીરૂપ ભૂમિકા છે. નવી સાધન સુવિધાથી માનવ સંપદાની કાર્યક્ષમતા વધશે અને વિકાસ કામોના આયોજન અને અમલીકરણમાં અભિવૃધ્ધિત ગુણવત્તા સાથે વેગ આવશે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડૉ. સૌરભ પારધી, નિવાસી અધિક કલેકટર શ્રી એમ.જે.દવે સહિત ઉચ્ચાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ગુજરાત પોલીસની ૧૪૦ની ટીમને દિલ્હી ગેંગ હંફાવી રહી છે

aapnugujarat

સોમનાથ આવતા યાત્રિકોમાં ધટાડો

aapnugujarat

બોડેલી રોશની યંગ સર્કલ દ્વારા હુસૈની બ્લડ ડોનેટ કેમ્પ આવતીકાલે યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1