Aapnu Gujarat
રમતગમત

IPL 10 : રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સે આરસીબીને ૨૭ રનથી હરાવ્યું

બેન સ્ટોક્સ અને બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે Rising Pune Supergiant એ આઈપીએલ-૧૦ ની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૨૭ રનથી હરાવી દીધું છે.

રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સ એમ. ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં સૌથી ઓછા સ્કોરનો બચાવ કરનારી ટીમ પણ બની ગઈ છે. રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સની આ બેંગ્લોર સામે પ્રથમ જીત પણ છે. છેલ્લા ૧૦ પ્રયાસોમાં આ પ્રથમ તક છે જયારે રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સની ટીમ પ્રથમ બેટિંગ કર્યા બાદ મેચ જીતવામાં સફળ રહી હતી.

રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા ૮ વિકેટે ૧૬૧ રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરની ટીમ ૯ વિકેટે ૧૩૪ રન જ બનાવી શક્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સના બોલરોએ સમગ્ર સમય બેંગ્લોરના બેટ્સમેનો પર દબાવ બનાવી રાખ્યો હતો.

એબી ડી વિલિયર્સ અને કેપ્ટન વિરાટ કોહલી ના સિવાય કોઇપણ બેટ્સમેન ખુલીને રમી શક્યા નહોતા. રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સના માટે બેન સ્ટોક્સના સિવાય શાર્દુલ ઠાકુરે ૩ અને જયદેવ ઉનડકટે ૨ વિકેટ લીધી હતી. ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝની કડવાહટ બાદ વિરાટ કોહલી અને સ્ટીવન સ્મિથ પ્રથમ વખત ફરીથી સામ-સામે હતા.

રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સે અજિંક્ય રહાણે અને રાહુલ ત્રિપાઠીએ આક્રમક શરૂઆત કરતા ૬૪ રન જોડ્યા હતા. બંને બેટ્સમેન નિરંતર અંતરાલમાં આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ સ્ટીવન સ્મિથ અને મહેન્દ્ર સિંહ ધોનીએ ઇનિંગને આગળ વધારી ૫૮ રનની ભાગીદારી કરી હતી.

એક સમય રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સે ૧૨૭/૨ ના સ્કોર પર સારી સ્થિતિમાં હતું પરંતુ સતત ૫ વિકેટ ગુમાવી તે ૧૩૦/૭ ની મુશ્કેલી સ્થિતિમાં પહોંચી ગયું હતું. મનોજ તિવારીએ ઝડપી ઇનિંગ રમી ટીમે પડકારજનક સ્કોર સુધી પહોચાડ્યું હતું. એડમ મિલને અને એસ અરવિંદે ૨-૨ વિકેટ લીધી હતી.

Related posts

भारत के खिलाफ दूसरे टेस्ट के लिए विंडीज टीम का एलान

aapnugujarat

પહેલવાન સુશીલ કુમારની હત્યાના આરોપમાં ધરપકડ

editor

बीसीसीआई को आरटीआई के दायरे में लाने का सुझाव

aapnugujarat

Leave a Comment

URL