Aapnu Gujarat
ગુજરાત

ઈસનપુર રોડ લાઈનમાં બાંધકામો દુર કરાયાં

શહેરના ઈસનપુર વિસ્તારમાં ગોવિંદવાડીથી ઈસનપુર ચાર રસ્તા તરફ જતા રસ્તાને ૨૪ મીટર પહોળાઈનો કરવા માટે વધુ બાંધકામો દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા દુર કરવામાં આવ્યા છે.આ અંગે મળતી માહીતી અનુસાર,ટીપી સ્કીમના અમલીકરણના ભાગરૂપે ઈસનપુર ગામ બસસ્ટેન્ડ થઈને ઈસનપુર ચાર રસ્તા તરફ જતા ૨૪ મીટર પહોળાઈના રોડલાઈન કપાતમાં આવતા ૧૭૨ જેટલા બાંધકામો અગાઉ દુર કરવામાં આવ્યા હતા.દરમિયાન પ્રિન્સ હોટલના નામે ઓળખાતા બાંધકામની ગ્રાઉન્ડ ફલોર તેમજ પહેલા માળની બે દુકાનો તથા અન્ય દુકાનોના માલિકો અને કબજેદારો દ્વારા હાઈકોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. આ દાવા સંદર્ભમાં કાર્યવાહી પુરી થતા દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ તરફથી કુલ આઠ જેટલા કોમર્શીયલ પ્રકારના અંદાજીત ૯૬૦ ચોરસફુટ બાંધકામને દુર કરી આ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.આ રસ્તો ખુલ્લો થવાથી સ્થાનિક લોકોને અવરજવરમાં સરળતા થવા પામી છે.આગામી સમયમાં પણ ટીપી રસ્તા ખુલ્લા કરવાની કામગીરી ઝુંબેશના ભાગરૂપે ચાલુ રાખવામાં આવશે.

Related posts

નારોલમાં સાતમા માળેથી પટકાતાં મહિલાનું મોત

aapnugujarat

નરોડામાં એટીએમમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ

aapnugujarat

જામનગર મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી વિરોધ-પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા બાઈક, તેલના ડબ્બા અને ગેસના બાટલાને હારતોરા કરીને અનોખી રીતે વિરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1