Gujarat અને મધ્ય પ્રદેશમાં ભીષણ ગરમીનો કહેર, બિહાર અને બંગાળમાં વરસાદની ચેતવણી

Font Size

હવામાન વિભાગે જણાવ્યું કે, Gujarat અને સૌરાષ્ટ્ર અને કચ્છ, રાજસ્થાનના પશ્ચિમી વિસ્તાર અને પશ્ચિમી મધ્ય પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે. મહારાષ્ટ્રના મરાઠાવાડા અને વિદર્ભ જોરદાર ગરમીની ઝપેટમાં છે. ઘણા વિસ્તારોમાં તાપમાન ૪૫ ડીગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં મહત્તમ તાપમાન ૪૫.૨ ડીગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરવામાં આવ્યું છે. રાજસ્થાનમાં બાડમેરમાં ૪૫.૫ ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે. આ ઉપરાંત ચુરુ ગંગાનગર અને બિકાનેરમાં ૪૫ ડીગ્રી સેલ્સિયસનું તાપમાન નોંધવામાં આવ્યું છે.

હવામાન વિભાગ અનુસાર, આ વિસ્તારમાં હજુ એક અઠવાડિયા સુધી ભીષણ ગરમી પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ઉત્તર – પશ્ચિમ ભારતના તમામ વિસ્તારોમાં ૨૧ એપ્રિલ સુધી ભીષણ ગરમી પડવાનું અનુમાન વ્યકત છે. હવામાન વિભાગના ડાયરેક્ટર અને બિસેન અનુસાર, પશ્ચિમી રાજસ્થાન અને તેમની નજીકના પાકિસ્તાનના વિસ્તાર ઉપર એક એન્ટી સાઈકલોન બનેલ છે, જેના પ્રભાવથી હવાઓ ઉપરથી નીચે તરફ બેસી રહી છે. હવાઓ ઉપરથી નીચે આવવા પર સપાટી પર વાયુનું દબાણ વધી જાય છે. અને તેના કારણે આવા વિસ્તારોમાં સપાટીનું તાપમાન સામાન્ય ૩ થી 4 ડીગ્રી સેલ્સિયસ વધી જાય છે. કઈક આવી જ પરિસ્થિતિ રાજસ્થાનની પણ છે.

ગરમ હવાઓ પશ્ચિમી મધ્ય પ્રદેશ અને ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં પોતાની ઝપેટમાં લઇ રહી છે, જેનાથી આ વિસ્તારોમાં જબરદસ્ત ગરમીનો સિલસિલો શરુ થઇ ગયો છે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં બનેલ વેધર સીસ્ટમ ઘણી મજબુત થઇ રહી છે અને અહિયાં સાઈકલોનનો ખતરો મંડરાવા લાગ્યો છે. આ મજબુત વેધર સીસ્ટમના કારણે દેશના તમામ વિસ્તારોમાં હવાઓની દશા અને દિશા બદલાઈ ગઈ છે. તેનાથી આ વાતની આશંકા વધી ગઈ છે કે મધ્ય ભારત અને ઉત્તર ભારતના તમામ વિસ્તારોમાં આગામી ચાર-પાંચ દિવસો સુધી જોરદાર ગરમીનો પ્રકોપ જોવા મળશે.

હવામાન વિભાગની ચેતવણી અનુસાર, ગુજરાત, મધ્ય પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં આગામી ત્રણ-ચાર દિવસ સુધી જબરદસ્ત લુ ચાલશે. આ ઉપરાંત ખાસ વાત એ છે કે, વર્તમાન પરિસ્થિતિઓના કારણે જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશના નીચલા વિસ્તારો અને ઉત્તરાખંડના શિવાલિક વિસ્તારોમાં ઘણી જગ્યાઓ પર હીટ વેવ કંડીશન ઉભી થઇ શકે છે.

હવામાન વિભાગનું કહેવું છે કે, એક તરફ ભીષણ ગરમી પડી રહી છે તો બીજી તરફ પૂર્વી બિહાર, પશ્ચિમ બંગાળ, અસમ અને મેઘાલયમાં આગામી ૨૪ કલાક દરમિયાન આંધી સાથે વરસાદ પડવાની શકયતા છે. આ ઉપરાંત નાગાલેંડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ૧૬ એપ્રિલથી ૧૮ એપ્રિલ સુધી તેજ હવાઓ સાથે વીજળી થઇ શકે છે.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *