Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજ્યસભામાં ત્રણ તલાક બિલ પાસ

રાજ્યસભામાં ત્રણ તલાક બિલ પાસ થઈ ગયું છે. બિલના પક્ષમાં ૯૯ અને વિરોધમાં ૮૪ વોટ પડ્યા છે. આ પહેલા રાજ્યસભામાં ત્રણ તલાક બિલ ઉપર ચર્ચા પછી સેલેક્ટ કમિટી પાસે મોકલવાના પ્રસ્તાવ પર વોટિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસ્તાવ ૧૦૦ના મુકાબલે ૮૪થી પડી ગયો હતો જેથી બિલ પાસ થવાનો રસ્તો આસાન બન્યો હતો.ભાજપે આ બિલ માટે વ્હિપ જાહેર કર્યો છે અને પોતાના તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા અને બિલનું સમર્થન કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પહેલા લોકસભામાં આ બિલ પાસ થઈ ગયું છે.
લોકસભાના ચોમાસુ સત્રમાં ગુરુવારે ટ્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. બિલ પર દિવસભર ચર્ચા ચાલી અને સાંજે આ બિલ લોકસભામાં પાસ થઈ ગયું હતું. આ બિલના પક્ષમાં ૩૦૩ અને વિપક્ષમાં ૮૨ વોટ પડ્યા હતા. કોંગ્રેસ, ડીએમકે, એનસીપી, ટીડીપી અને જેડીયૂએ આ બિલનો વિરોધ કર્યો હતો.જનતા દળ યૂનાઇટેડે ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરતાં રાજ્યસભામાં વોકઆઉટ કર્યુ છે. જેડીયૂ સાંસદ વશિષ્ઠ નારાયણ સિંહે કહ્યું કે તેમની પાર્ટી આ બિલની સાથે નથી. તેઓએ કહ્યું કે દરેક પાર્ટીની એક વિચારધારા છે અને તેનું પાલન કરવા માટે તે આઝાદ છે.રવિશંકર પ્રસાદે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ કાર્યવાહી નહોતી થઈ શકતી અને નાની-નાની વાતો પર ત્રણ તલાક આપવામાં આવી રહ્યા હતા. અમે આ કારણે ફરીથી કાયદો લઈને આવ્યા છીએ. તેઓએ કહ્યું કે લોકોની ફરિયાદ બાદ બિલમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. હવે તેમાં જામીન અને સમજૂતીની જોગવાઈ પણ રાખવામાં આવી છે. આ સવાલને વોટ બેંકના ત્રાજવે ન જોખવામાં આવે, આ સવાલ ન્યાય, નારી ગરિમા અને નારી ઉત્થાનનો છે.કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં કહ્યું કે, કેટલાક લોકોને બિલમાં કેટલીક ખામીઓ લાગી, તેમને લાગ્યું કે તેનો દુરુપયોગ થઈ શકે છે તો અમે તેમાં ફેરફાર કર્યા, એફઆઈઆર માત્ર પત્ની, પત્નીઓના લોહીની સગાઈમાં આવનારા લોકો દ્વારા નોંધી શકાશે. અમે તેમાં જામીન, કસ્ટડી અને દંડની જોગવાઈ પણ રાખી છે.

Related posts

रेपो रेट में कोई बदलाव नहीं, FY22 में 10.5% GDP ग्रोथ का अनुमान : RBI

editor

SBI लाया कॉन्‍टैक्‍टलेस डेबिट कार्ड

editor

ताजमहल पर तकरार : संगीत सोम के बयान पर ओवैसी का पलटवार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1