દિલ્હીમાં MCD Polls માં કોંગ્રેસ પણ આ વખતે પૂર્ણ જોર લગાવી રહી છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે, દિલ્હીમાં વિકાસનો ચહેરો ગણાતા પૂર્વ સીએમ શીલા દીક્ષિતને કોંગ્રેસે સ્ટાર પ્રચારકની યાદીમાં નથી રાખ્યા.
79 વર્ષના શીલા દીક્ષિત દિલ્હીમાં ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચુક્યા છે. દિલ્હી પર પંદર વર્ષ રાજ કરનાર શીલા દીક્ષિતને કોંગ્રેસે એમસીડી ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ નહિ કર્યા. શીલા દીક્ષિતને દિલ્હીમાં વિકાસનો ચહેરો માનવામાં આવે છે. પરંતુ કોંગ્રેસ તેમની આ છબીનો ઉપયોગ કરવામાં દિલચસ્પી નથી બતાવી રહી. તેનું મોટું કારણ એ છે કે, દિલ્હી કોંગ્રેસમાં આંતરિક વિવાદ છે.
દિલ્હીમાં પ્રદેશ અધ્યક્ષ અજય માકન એ શીલા દીક્ષિત વચ્ચે 36 નો આંકડો છે. એવામાં શીલાને સ્ટાર પ્રચારક ન બનાવવા કોઈ આશ્ચર્ય નથી. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે, શીલા દીક્ષિત જ નહિ, દિલ્હીના કોઈ પણ નેતાનું નામ સ્ટાર પ્રચારકોની યાદીમાં નથી.
કોંગ્રેસે પ્રચાર માટે દિલ્હીની બહારના મોટા નેતાઓને બોલાવવાનો પ્લાન બનાવ્યો છે. તેમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, પંજાબ સરકારમાં મંત્રી અને ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ અને ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત સહીત ૨૦ મોટા નામ સામેલ છે. સુત્રો અનુસાર, નવજોત સિંહ સિદ્ધુ સૌથી વધારે ડીમાંડમાં છે.
દિલ્હીમાં ૨૩ એપ્રિલે એમસીડી ચૂંટણી છે. ૨૬ એપ્રિલે પરિણામ આવશે. હાલમાં દિલ્હીની ત્રણયે એમસીડી પર ભાજપનો કબજો છે. આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તરફથી ભાજપને મોટી ટક્કર મળવાની ઉમ્મીદ છે.