Aapnu Gujarat
ગુજરાત

નર્મદા ડેમે સૌપ્રથમવાર ક્રેસ્ટ લેવલ પાર કરી ૧૨૧.૯૨ મીટરની સપાટી વટાવી

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન આજે તા. ૨૫ મી જુલાઇ,૨૦૧૯ ના રોજ સૌ પ્રથમ તેનું ક્રેસ્ટ લેવલ પાર કરીને ૧૨૧.૯૨ મીટરની સપાટી વટાવી દીધી છે અને આજે સવારના ૮-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૨૧.૯૮ મીટર રહેવા પામી હોવાના અહેવાલ નર્મદા ડેમ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દલવાણી તરફથી પ્રાપ્ત થયા છે. નર્મદા ડેમ સાઇટ ખાતે કેનાલ હેડપાવર હાઉસમાં ૫૦ મેગાવોટ વિજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા પાંચ યુનિટ પૈકી આજે ત્રણ જેટલા યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત હતાં અને ગત તા. ૨૪ મી જુલાઇ,૨૦૧૯ ના ૦૦-૦૦ થી ૨૪-૦૦ કલાક દરમિયાન ૨૩૬૭ મેગાવોટ જેટલું વિજ ઉત્પાદન કરાયું હતું.કેવડીયા કોલોની ખાતેના નર્મદા ડેમ ફલ્ડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ ૨૪ મી જુલાઇના સવારના ૮-૦૦ કલાકથી આજે તા.૨૫ મી જુલાઇના સવારના ૮-૦૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તાર- ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમની જળરાશિમાં ૧૫૩૬૨ કયુસેક પાણીનો વધારો નોંધાયો છે, જયારે મુખ્ય કેનાલમાંથી ૧૩૬૯૦ કયુસેક પાણીની જાવક નોંધાવા પામી હોવાના હેવાલ પ્રાપ્ત થયા છે.

Related posts

અમદાવાદમાં ભુવાનું સામ્રાજ્ય

aapnugujarat

પતિને છોડી દિયર સાથે લીવઇનમાં રહેતી પ્રેમિકા ઉપર પ્રેમીએ તેજાબ છાંટ્યું

aapnugujarat

છોટાઉદેપુર લોકસભાના સાંસદે સંખેડા અને બોડેલી તાલુકામાં માસ્ક અને સૅનેટાઇઝરનું વિતરણ કર્યું

editor

Leave a Comment

UA-96247877-1