મોદી સરકારની ત્રણ વર્ષની ઉપલબ્ધિઓ બતાવવા માટે દેશભરમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યા છે. મોદી ફેસ્ટના નામ પર આયોજિત કાર્યક્રમોમાં ભાજપના નેતા અને મોદી કેબીનેટના મંત્રી હિસ્સો લઇ રહ્યા છે. આ કાર્યક્રમ હેઠળ હવે ભાજપના મંત્રી દલિત પરિવારો સાથે ખાવાનું ખાશે.જો કે, સરકારનું આ કદમ સહારનપુરની ઘટનાને લઈને ઉઠાવવામાં આવી રહ્યું છે. ભાજપના નેતૃત્વને લાગે છે કે, સહારનપુરમાં દલિતો પર થયેલ અત્યાચારની ઘટનાથી દલિતોમાં પાર્ટી પ્રત્યે ખોટો સંદેશ ગયો છે. તેથી એ નક્કી કરવામાં આવ્યું છે કે, સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થવાના જશ્નમાં દરેક મંત્રીઓના કાર્યક્રમમાં દલિત પરિવાર સાથે એક ટાઈમ જમવાનો પ્રોગ્રામ રાખવામાં આવે.ભાજપ વરિષ્ઠ નેતાઓએ આ સબંધમાં દરેક મંત્રીઓને નિર્દેશ આપ્યા છે. મંત્રીઓએ કહેવામાં આવ્યું છે કે, સ્વચ્છતા અભિયાન હેઠળ એક જગ્યાએ ઝાડુ લગાવવા સાથે દરેક મંત્રી કોઈ દલિત પરિવારના ઘરે ખાવાનું ખાય. મોદી ફેસ્ટ દ્વારા ૧૫ જુન સુધી સરકારના કામકાજનો જશ્ન મનાવવામાં આવશે.સુત્રો અનુસાર, મોદી સરકારે નક્કી કર્યું છે કે, આ વખતે ૧૫ ઓગસ્ટે આઝાદીના ૧૭ વર્ષ પૂર્ણ થવા પર દેશ સાથે વિશ્વના દરેક દેશોમાં જશ્ન મનાવવામાં આવશે. સરકારની ઈચ્છા છે કે, જે દેશોમાં ભારતીય મૂળના લોકો રહે છે ત્યાં મોટા સ્ટાર પર આઝાદીનો જશ્ન મનાવવામાં આવશે. તેના માટે કેન્દ્રીય મંત્રી વેકૈયા નાયડુની અધ્યક્ષતામાં એક કમિટી પણ બનાવવામાં આવી છે. લગભગ ૭૦ દેશો પાસેથી આ કાર્યક્રમની અનુમતિ મળી ગઈ છે.તમને જણાવી દઈએ કે, સહારનપુરમાં દલિતોના ઉત્પીડનની ઘટના સામે આવી હતી. આ મામલે ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓ પર આરોપ લાગ્યા હતા. જ્યારબાદ વિપક્ષે ભાજપ અને રાજ્યની યોગી સરકાર પર દલિત વિરોધી હોવાના આરોપ લાગ્યા હતા.
પાછલી પોસ્ટ