Aapnu Gujarat
ગુજરાત

અર્બન હેલ્થ સેન્ટર લાંભાના બદલે વટવામાં બનવાનું શરૂ

મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રમાં કેટલી હદે પોલંપોલ ચલાવવામાં આવી રહી છે.એનો વધુ એક વરવો નમુનો સામે આવવા પામ્યો છે.જેમાં મ્યુનિ.ની સર્વોચ્ચ ગણાતી એવી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લાંભા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવા માટે મંજુરી આપવામાં આવી હોવા છતાં આ અર્બન હેલ્થ સેન્ટર વટવામાં બનાવવાની કામગીરી શાસક પક્ષના કેટલાક નેતાઓના ઈશારે શરૂ કરી દેવામાં આવી છે.આ અંગે મળતી માહીતી અનુસાર,શહેરના લાંભા વોર્ડમાં રૂપિયા અર્બન હેલ્થ સેન્ટર બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ.બાદમાં રૂપિયા ૭૭ લાખના ખર્ચથી લાંભાની ટી.પી.સ્કીમ નંબર-૮૦માં છ માસ અગાઉ અર્બન હેલ્થ સેન્ટર બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તેમજ ત્યારબાદ મ્યુનિસિપલ બોર્ડ દ્વારા પણ મંજુરી આપવામાં આવી હતી.આમ છતાં મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ ઉપર ભારે રાજકીય દબાણ લાવવામાં આવતા આ મંજુર કરવામાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરની કામગીરી લાંભા ખાતે કરવાને બદલે અધિકારીઓએ વટવા વિસ્તારમાં આવેલી ટી.પી.સ્કીમ નંબર-૫૮ ખાતે હેલ્થ સેન્ટર બાંધવાની કામગીરી શરૂ કરી દીધી હોવાનો આક્ષેપ પૂર્વ વિપક્ષનેતા અને બહેરામપુરાના કોર્પોરેટર બદ્દરૂદીન શેખે કર્યો છે.તેમનુ કહેવું છે કે,લાંભા વિસ્તારમાં એક પણ સરકારી હોસ્પિટલ આવેલી નથી ઉપરાંત અહીં ૩૦,૦૦૦ થી વઘુ ગરીબવર્ગના લોકો વસવાટ કરી રહ્યા છે.જ્યારે હાલ વટવા વિસ્તારમાં જ્યાં હેલ્થસેન્ટર બનાવવાની કામગીરી ચાલી રહી છે તેની આસપાસ કોઈ વસ્તી જ નથી.જો મ્યુનિ.અધિકારીઓ દ્વારા આ નિર્ણયમાં તાકીદે ફેરફાર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ મામલે જલદ આંદોલન કરવામાં આવશે.

Related posts

गुजरात राज्यसभा चुनाव से पहले कांग्रेस को तीसरा झटका

editor

નદીમાં પાણીના પ્રવાહને જોવા બ્રિજ ઉપર લોકો ઉમટી પડ્યા

aapnugujarat

ટ્રાફિક નિયંત્રણ ઝુંબેશ : છ દિવસમાં ૨૦ હજાર લોકો દંડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1