અમલ ક્લુનીએ મંગળવારના દિવસે જોડકા બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં એક પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે. હોલિવુડ સુપરસ્ટાર જયોર્જ ક્લુની અને અમલ હાલમાં ભારે ખુશ થયેલા છે. બન્ને બાળકોના નામ રાખી લેવામાં આવેલા છે. બન્ને બાળકો બિલકુલ સ્વસ્થ છે. જ્યોર્જ ક્લુનીના પ્રકાશક સ્ટાન રોસેનફિલ્ડે કહ્યુ છે કે બન્ને બાળકો બિલકુલ સ્વસ્થ છે. આંતરરાષ્ટ્રીચ માનવ અધિકાર કાર્યકર અમલે જ્યોર્જ ક્લુની સાથે લગ્ન કર્યા હતા. તેમની વચ્ચે ખુબ સારી કેમિસ્ટ્રી છેલ્લા ેકેટલાક દિવસથી જોવા મળી રહી છે. ૩૯ વર્ષીય અમલ ક્લુની અને ૫૬ વર્ષીય ઓસ્કાર વિજેતા અભિનેતા ક્લુનીએ વર્ષ ૨૦૧૪માં ઇટાલીમાં લગ્ન કર્યા હતા. આની સાથે જ અમલ અને ક્લુની વિશ્વની સૌથી મોટી સેલિબ્રિટી તરીક ઉભરી આવી હતી. મંગળવારના દિવસે સોશિયલ મિડિયા પર અભિનંદનના સંદેશાનો વરસાદ શરૂ થયો હતો. અમેરિકામાં તો ક્લુનીના ચાહકો દ્વારા સતત શુભેચ્છા આપવામાં આવી હતી. કેટલાક ચાહકોએ પુત્ર અને પુત્રીના નામ પસંદ કરવામાં ભૂમિકા અદા કરી હતી. જ્યોર્જ ક્લુનીએ ઓશિયન ઇલેવન અને થ્રી કિંગ જેવી યાદગાર ફિલ્મો કરી હતી. જેના કારણે તે ઓસ્કાર એવોર્ડ જીતી ગયો હતો. ક્લુનીને હોલિવુડના સૌથી મોટા સ્ટાર તરીકે ગણવામાં આવે છે. તે હજુ પણ અભિનેતા તરીકે અને નિર્માતા નિર્દેશક તરીકે સતત સક્રિય રહ્યો છે. ક્લુનીના બાળકો માટે એપલ, ઓડિયો, બ્રોન્કસ જેવા નામ સુચવાયા હતા.