Aapnu Gujarat
ગુજરાત

ખેલ રાજયમંત્રીએ શાળા પ્રવેશોત્સવ પ્રસંગે સયાજીપુરા પ્રાથમિક શાળાના  નવીનીકરણ માટે ૧૧ વર્ગ ખંડોના નિર્માણનું કર્યું ભૂમિપૂજન

 શાળા પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૭નો વડોદરા તાલુકાના સયાજીપુરા ગામે પ્રારંભ કરાવતા ખેલ રાજયમંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જુની પ્રાથમિક શાળાના નવીનીકરણનું ખાતમુહૂર્ત કર્યું હતું. ઉલ્લેખનીયછેકે સર્વશિક્ષા અભિયાન હેઠળ આ શાળામાં નવા ૧૧ વર્ગખંડો બાંધવાનું આયોજન કરવામાંઆવ્યું છે ઉલ્લેખનીયછેકે વડોદરા જિલ્લામાં આ કાર્યક્રમ હેઠળ લાયક ઉમરના ૭૪૭૨ કુમારો અને ૭૨૯૨ કન્યાઓ મળીને ૧૪૭૬૪ ભૂલકાઓને શાળા પ્રવેશ દ્વારા સરસ્વતી સાધક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે શાળામાં ભણતા અને ૩ કિમી દૂરનાસ્થળેથી ભણવા આવતા બાળકોને વિનામૂલ્યે શાળા સુધી લાવવા-લઇ જવા માટેની રીક્ષા સેવાનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે ખેલ રાજયમંત્રી અને મહાનુભાવોએ રમકડાં, દફતર, કંપાસ જેવીસાધનસામગ્રીના વિતરણદ્વારા આંગણવાડી અને પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનાર ભૂલકાઓને આવકાર્યા હતાં. બાળકો માટે દફતર સહિતની શૈક્ષણિક સામગ્રી અને શાળા માટે પંખા સહિતના સાધનો તેમજ બાળકો માટે તિથિ ભોજનની સખાવત કરનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બાળકોએ યોગ નિદર્શન રજુ કર્યું હતું.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવથી ભૂલકાઓને શાળા ઘર જેટલી જ ગમતી થઇ છે એવી લાગણી વ્યકત કરતાં ખેલ રાજયમંત્રીએ જણાવ્યું હતું કે જીવન અને જગતમાં વિકાસ માટે શિક્ષણની અનિવાર્યતા સમજીને રાજય સરકારે શિક્ષણને ટોચ અગ્રતા આપી છે અને શાળાઓને શિક્ષકો, વર્ગખંડો, કોમ્પ્યુટર્સ, રમતનાસાધનો, શૌચાલય સંકુલો સહિતની અદ્યતન સુવિધાઓથી  સુસજજ કરી છે. શાળા પ્રવેશોત્સવથી લાયક ઉંમરના તમામ બાળકોના શાળા પ્રવેશની ખાતરી મળે છે અને ભણતર છોડીને ઉઠી જનારાઓની (ડ્રોપઆઉટસ)સંખ્યાશુન્ય ટકાની ખૂબ નજીક પહોંચી ગઇ છે. તેમણે ભૂલકાંઓને ભણતરની સાથે રમવા, ખેલ મહાકુંભમાં ભાગ લેવા અને યોગ દિવસ ઉજવવાનો અનુરોધ કર્યો હતો. ખેલ રાજયમંત્રીએ આરટીઇ હેડળ ગરીબ ઘરનાં બાળકોને ઉચ્‍ચ કક્ષાની શાળાઓમાં વિનામૂલ્‍યે શિક્ષણ આપવાની સુવિધાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ગ્રામ સરપંચ, આગેવાનો, દાતાઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહયાં હતાં. સહુએ પર્યાવરણ સુધારવા વૃક્ષારોપણ કર્યું હતું.

આઠ હજારની વસ્‍તી ધરાવતુ સયાજીપુરા ગામ સ્‍મશાનની સુવિધાથી વંચિત છે. આ બાબતમાં સરપંચશ્રી અને આગેવાનોની રજુઆતના અનુસંધાને મંત્રીશ્રીએ આ સુવિધા ગામને મળે તે માટે ઉચ્‍ચ સ્‍તર સુધી કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી અને જણાવ્‍યું હતું કે રાજય સરકારે સુવિધાઓથી વંચિત ઓજી વિસ્‍તારોને જરૂરી સગવડો આપવાનો નિર્ણય લીધો છે.

Related posts

ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ બીજી ટર્મ મેળવશે ? ચૂંટણીમાં ચહેરા અંગે પણ ચર્ચા,પ્રદેશ પ્રમુખ પાટીલ ચૂંટણી પછી ક્યુ મહત્વનું સ્થાન મેળવશે ?

aapnugujarat

વડોદરા તાલુકાના શેરખીમાં તળાવ નવસાધ્ય કામગીરીનું ગૃહ રાજ્યમંત્રીએ કર્યુ નિરીક્ષણ

aapnugujarat

ખેડામાં મુસ્લિમ યુવકોને જાહેરમાં ફટકારવાના મામલે સુપ્રીમે પોલીસની ઝાટકણી કાઢી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1