Aapnu Gujarat
રાષ્ટ્રીય

કાશ્મીરમાં આતંકવાદી દાનિશે સરેન્ડર કર્યું

જમ્મુ-કાશ્મીરમાં આતંકી દાનિશ અહમદે હંદવાડા પાલોસી અને ૨૧ રાજપૂતાના રાઇફ્લ્સ આર્મી સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. હિઝબુલ મુઝાહિદ્દીન કમાન્ડર સબઝારના જનાજા વખતે તેનો વીડિયો સામે આવ્યો હતો. તેણે કહ્યું કે, સાઉથ કાશ્મીરના આતંકીઓ સાથે તે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હતો. તેમની ઉશ્કેરણીથી તે આતંકી બનવા તૈયાર થયો હતો.નોર્થ કાશ્મીરના હંદવાડામાં રહેતા દાનિશ અહમદે દેહરાદૂનની દૂન પી જી કોલેજ ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાંથી સ્ટડી કર્યું છે.થોડા દિવસોથી કેટલાક આતંકીઓ ગ્રેનેડ લઇને ઉભા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો હતો.પોલીસ પ્રવક્તાના જણાવ્યા મુજબ હિઝબુલના કમાન્ડર સબઝાર ભટના જનાજા વખતે ત્રાલ વિસ્તારમાં સ્થાનિક મીડિયા દ્વારા આ વીડિયો ક્લિક કરવામાં આવ્યો હતો.૨૦૧૬માં હંદવાડામાં સેના પર પથ્થરમારો કરવા બદલ દાનિશની ધરપકડ કરવામાં આવી હતી. તેના કરિયરને ધ્યાનમાં રાખી કાઉન્સલિંગ કર્યા બાદ પોલીસે તેનો મુક્ત કરી દીધો હોવાનું પ્રવક્તાએ જણાવ્યું હતું.દાનિશે પૂછપરછમાં જણાવ્યું કે, સાઉથ કાશ્મીરમાં સોશિયલ મીડિયા દ્વારા તે આતંકીઓના સંપર્કમાં હતો અને ગ્રુપમાં જોડાવા સમજાવતા હતા. સાઉથ કાશ્મીરમાં આતંકીઓ સાથે થોડા દિવસો ગાળ્યા બાદ તેને લાગ્યું કે તે આમાં તે કોઇ કારણવગર જોડાયો છે.તેના પર વિવિધ કલમો અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. કેસની જમ્મુ-કાશ્મીર સરન્ડર્ડ મિલિટેન્ટ્‌સ રિહેબિલિટેશન પોલિસી હેઠળ વિચારણા કરવામાં આવી રહી છે.

Related posts

अंतरराष्ट्रीय उड़ानों पर रोक 28 फरवरी तक बढ़ी

editor

મૃત્યુદંડ મધ્યયુગની પ્રથા, જે અયોગ્યઃ શિવસેનાને ગોપાલકૃષ્ણ ગાંધીનો જવાબ

aapnugujarat

કૃષિ કાયદાઓ સંપૂર્ણ રીતે ફગાવવાની જગ્યાએ તેમાં સંશોધન કરવું જાેઇએ ઃ પવાર

editor

Leave a Comment

UA-96247877-1