Aapnu Gujarat
બિઝનેસ રાષ્ટ્રીય શિક્ષણ

જિયો પ્રાઈમ સમાપ્ત, હવે ધન ધના ધન શરૂ

નવીદિલ્હી
જિયો પ્રાઈમ મેમ્બર બનવા માટે ૧૫ એપ્રિલ અંતિમ તારીખ હતી. ૧૫ એપ્રિલ શુક્રવારે રાત્રે ૧૨.૦૦ વાગ્યાથી આ સર્વિસ સમાપ્ત થઈ જશે.
રિલાયન્સ જિયોએ પ્રાઈમ માટે સબસ્ક્રાઈબ કરવાની તારીખ ૩૧ માર્ચથી વધારી દીધી હતી. જિયો પ્રાઈમ સર્વિસ બંધ થયા બાદ જિયોની સર્વિસ કેવી રીતે બદલાઈ જશે તેના પર એક નજર… રિલાયન્સ જિયોએ ફ્રી સર્વિસ આપીને ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં તરખાટ મચાવી દીધો હતો. ૧૬ એપ્રિલથી જિયોની સેવાઓ જારી રાખવા માટે તમારે કંપનીના ટેરિફ પ્લાનમાંથી કોઈ એક પ્લાન લેવો પડશે. જિયોની એપ પર જઈને કે વેબસાઈટ પર ટેરિફ અને ડેટા પેક્સ જાઈ શકો છો.
રિલાયન્સે આ અઠવાડિયે જિયોની ધન ધના ધન સ્કીમ લોન્ચ કરી હતી. જેમાં ૪૦૮ રૂપિયા (૩૦૯+૯૯)માં ૮૪ જીબી ( ૧ જીબી રોજ) ત્રણ મહિના માટે અને ૫૦૯ રૂપિયામાં ૮૪ જીબી (૨ જીબી રોજ) ત્રણ મહિના માટે ડેટા મળશે. આ ઓફરને સબસ્ક્રાઈબ કરવ માટે ૧૫ એપ્રિલ અંતિમ તારીખ છે કેમ કે તે પ્રાઈમ એક્સક્લુઝિવ છે.
જિયો પ્રાઈમની મેમ્બરશિપ લઈને ૩૦૩ રૂપિયા કે તેનાથી વધારેનું રિચાર્જ કરાવી ચૂકેલા યુઝર્સને ત્રણ મહિના સુધી ચિંતા કરવાની જરૂર નથી. જિયો પ્રાઈમ મેમ્બર્સની આગામી બિલિંગ સાઈકલ જૂલાઈથી શરૂ થશે.જા તમે ૯૯ રૂપિયામાં જિયો પ્રાઈમની મેમ્બરશિપ નથી લીધી તો તમારે નવા ટેરિફ પ્લાન લેવા પડશે. ૪૦૮ રૂપિયામાં ૮૪ દિવસ સુધી રોજ ૧ જીબી અને ૬૦૮ રૂપિયામાં ૮૪ દિવસ માટે રોજ ૨ જીબી ડેટા મળશે.
સપ્ટેમ્બરમાં રિલાયન્સ જિયો સર્વિસને લોન્ચ કરતા કંપનીના માલિક મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે દેશભરમાં ક્્યાંય પણ કોઈ પણ નેટવર્ક પર કોલિંગ ફ્રી રહેશે. આ ઉપરાંત રોમિંગ પણ ફ્રી રહેશે.

Related posts

ભ્રષ્ટાચાર સૂચકાંકમાં ભારત ૮૧માં સ્થાન પર

aapnugujarat

भारत ने विज्ञान के क्षेत्र में नई ऊचाइंयों को छुआ : राष्ट्रपति कोविंद

aapnugujarat

રામલીલા મેદાનમાં આજથી ભાજપની બે દિનની મિટિંગ

aapnugujarat

Leave a Comment

URL