Aapnu Gujarat
ગુજરાત

યુનિફોર્મ અને પાઠ્ય પુસ્તકોના ભાવમાં ૧૫ ટકા સુધી વધારો

એક તરફ સામાન્ય માનવી મોંઘવારીનાં મારમાં પીસાઇ રહ્યો છે. તો બીજી તરફ પ્રાથમિકથી લઇ માધ્યમિક શિક્ષણ પણ ખર્ચાળ બની રહ્યું છે. દર વર્ષે તેમાં મોંઘવારીનો માર પડે છે. ચાલુ વર્ષે પણ પાઠય પુસ્તક સહિત તમામ સ્ટેશનરીમાં ૧૦ થી ૧પ ટકાનો ભાવ વધારો થયો છે.શહેરમાં આવેલી મોટા ભાગની ખાનગી શાળાઓના નિયમ મુજબ જે તે શાળામાં ભણતા વિદ્યાર્થીએ યુનિફોર્મ, બૂટ-મોજાં, સ્ટેશનરી, આઈકાર્ડ તેમજ પુસ્તકોની ખરીદી સ્કૂલમાંથી જ કરવાનું ફરજિયાત બની જાય છે. નવું એડિ્‌મશન લેનાર વિદ્યાર્થીએ પણ આ જ નિયમને પણ ફોલો કરવો પડે છે. પરંતુ તેની સાથે સાથે સ્ટેશનરી અને યુનિફોર્મના ભાવમાં ઉપર ૧૦થી ૧૫ ટકાનો ભાવ વધારો થયો છે જેની સીધી અસર વાલીઓનાં બજેટ પર પણ જોવા મળે છે.નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે જેને લઈને ગાંધીરોડ વિસ્તારમાં પુસ્તકો અને સ્ટશનરી માટે વાલીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. અત્યારે દર વર્ષ સ્ટેશનરીના ભાવ વધારાના કારણે વાલીઓ એ મોંઘવારીનો માર વેઠવો પડી રહ્યો છે, તો પુસ્તકો અને સ્ટેશનરીની દરેક ચીજવસ્તુમાં વધી રહેલા ભાવમાં ઘટાડો થાય તેવી આશા રાખી રહ્યા છે.નહેરુનગર વિસ્તારમાં રહેતા શાહે જણાવ્યું હતું કે લાગે છે સામાન્ય માણસનું કોઇ વિચારતું નથી. બાળકોની સાથે વાલીઓ માટે પણ શિક્ષણ ભારરૂપ બની રહ્યું છે. દર વર્ષે શિક્ષણ પાછળનો વધી રહેલો ખર્ચ આર્થિક રીતે કેડ ભાંગી નાંખે છે. દરેક વસ્તુમાં ભાવ વધારો કરી દીધો છે.

Related posts

કારખાનાના લાયસન્સ રીન્યુઅલ માટે અરજી કરી શકાશે

editor

विश्व के हेरिटेज शहर की सूची में अहमदाबाद का प्रवेश मुश्किल होगा

aapnugujarat

રાજપીપલા ખાતે રાખી મેળાનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1