અમદાવાદ, તા.૧૫
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં રહેલી Âસ્થતિથી હવે સતત માહિતીગાર થઈ રહ્યા છે. આના ભાગરૂપે જ ગુજરાતના આગેવાનો અને કાર્યકરોને મળીને ચૂંટણી પૂર્વેની Âસ્થતિ જાણી રહ્યા છે. આ સીલસીલો સતત ચાલી રહ્યો છે. ગુજરાતની રાજકીય અને સામાજિક Âસ્થતિનો ક્યાસ મેળવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. મળેલી માહિતી મુજબ બનાસકાંઠા, વડોદરા, ભાવનગરના આગેવાનો મોદીને મળી ચુક્યા છે. અત્યાર સુધીમાં બનાસકાંઠા, મહેસાણા, વડોદરા, સુરત, ભાવનગર રાજકોટના અનેક આગેવાનો દિલ્હી જઈને નરેન્દ્ર મોદીને મળ્યા છે, તેમ કહી સુત્રો ઉમેરે છે કે, કેટલાક કાર્યકરોએ દિલ્હી થઈને ઉત્તર ભારતના પ્રવાસમાં તક મળતાં વડાપ્રધાન કાર્યલયનો સંપર્ક કર્યો હતો. ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઐતિહાસિક વિજય પછી હવે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ માટે સૌથી મહત્વની ચૂંટણી ગુજરાત વિધાનસભાની છે. ૧૫૦ પ્લસ બેઠકના લક્ષ્યાંકની પૂર્તિ માટે રાજયના સંગઠનને ગિયર અપ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે વ્યુહાત્મક રીતે પ્રક્રિયા હાથ ધરી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિવિધ જિલ્લાઓ, મહાનગરોના આગેવાનોને મળી એમની સાથે વાતચીત શરૂ કરી છે. છેલ્લા બે અઢી વર્ષથી ભાજપના મોડેલ સ્ટેટની રાજકીય અને સામાજિક Âસ્થતિના મણકા વિખેરાઈ ગયા હતા. આ કારણે જ ડિસેમ્બર-૨૦૧૫માં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને ચિંતાજનક રીતે ગ્રામ્ય વિસ્તારમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ Âસ્થતિના ઉકેલ માટે રાજકીય ફેરફારો કરી મુખ્યપ્રધાન પદે વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ પદે જીતુ વાઘાણીને જવાબદારી સોંપી નવેસરથી મોડેલ સ્ટેટને સરખું કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. અલબત્ત, આ ફેરફારો પછી રાષ્ટ્રીય નેતૃત્વને અપેક્ષા પ્રમાણે પરિણામો મળી નથી રહ્યા એટલે જ હવે સૌને મળીને એમની સાથે વાતચીતનો તબક્કો શરૂ કરાયો છે, તેમ કહી સુત્રો ઉમેરે છે કે, વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પ્રથમ વખત ભાજપ કાર્યલય શ્રી કમલમ ખાતે આવ્યા ત્યારે આગેવાન કાર્યકરોએ એમને મળવાની તાલાવેલી વ્યક્ત કરી હતી.
આગળની પોસ્ટ