Aapnu Gujarat
બિઝનેસ

સેબી અને યુરોપિયન સીક્યોરિટીઝ એન્ડ માર્કેટ્‌સ ઓથોરિટી વચ્ચે થયેલા એમઓયુને મંજૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પારસ્પરિક સહકારના સંબંધમાં યુરોપિયન સીક્યોરિટીઝ એન્ડ માર્કેટ્‌સ ઓથોરિટી સાથે સમજૂતીકરાર (એમઓયુ) કરવા સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ને મંજૂરી આપી હતી.આ સમજૂતીકરાર યુરોપિયન યુનિયનમાં સ્થાપિત ક્લીઅરિંગ મેમ્બર્સ કે ટ્રેડિંગ વેન્યુને ક્લીઅરિંગ સર્વિસ પ્રદાન કરવા ભારતમાં સ્થાપિત અને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત સેન્ટ્રલ કાઉન્ટર પાર્ટીઝ (સીસીપી)ને ઓળખવા તથા માન્ય શરતો સાથે આવરી લેવાયેલી સીસીપી દ્વારા નિયમોના પાલન પર નજર રાખવા પર્યાપ્ત સાધનો સાથે ઇએસએમએ પ્રદાન કરવા ઇએસએમએની પૂર્વશરતો તરીકે સહકારની વ્યવસ્થા સ્થાપિત કરશે તેવી શક્યતા છે.

Related posts

સીએનજીના ભાવમાં ૫-૬ રૂપિયાના ઘટાડાની શક્યતા

aapnugujarat

સેન્સેક્સમાં ૭૧ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

ચીન કરતાં ભારતમાં વધુ ભ્રષ્ટાચાર, સૌથી ભ્રષ્ટ દેશોમાં ૮૧મુંં સ્થાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1