Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમરનાથ યાત્રામાં મેડિકલ સર્ટિફિકેટ અનિવાર્ય, ૧૩ વર્ષથી ઓછા અને ૭૫ વર્ષથી વધુને મંજુરી નહીં

જમ્મુ-કાશ્મીરના અમરનાથ મંદિરે દર્શન કરવા માટે જવા ઈચ્છતા લોકોએ મેડિકલ સર્ટિફીકેટ સુપરત કરવાની અનિવાર્યતાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરતા શ્રી અમરનાથજી સાઈન બોર્ડના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, એ યાત્રામાં ૧૩ વર્ષથી ઓછી ઉંમરના અને ૭૫ વર્ષથી વધારે ઉંમરના યાત્રાળુઓ તેમ જ છ અઠવાડીયા કરતા વધારે સગર્ભા મહિલાઓ સામેલ નહી થઈ શકે. અમરનાથયાત્રા ૨૯ જૂને શરૂ થઈને ૭ ઓગષ્ટે પુરી થાય છે.
અમરનાથ ગુફાના શિવમંદિરે દર્શન માટે ૧૪,૦૦૦ ફુટની ઉંચાઈ સુધીના પ્રવાસ બાબતે બોર્ડે બહાર પાડેલી સૂચનાઓ પ્રમાણે ઘણી ઉંચાઈ પર પહોંચતા ચોક્કસ વ્યાધિઓ (હાઈ-ઓલ્ટિટયુડ સિકનેસ)નો સામનો કરતા લોકોને યાત્રામાં સામેલ થવા બાબતે સાવધાનીથી નિર્ણય લેવાની સલાહ આપવામાં આવી છે.
ભૂખ ન લાગવી, ઉબકા આવવા, ખૂબ થાક લાગવો વગેરે હાઈ-ઓલ્ટિટયુડ સિકનેસના લક્ષણો છે. એ લક્ષણોના ઉપચાર સમયસર કરવામાં ન આવે તો મૃત્યુની પણ શકયતા રહે છે. એ સંજોગોમાં દરેક યાત્રાળુએ પિલગ્રિમેજ પરમિટ મેળવવાની રહે છે. એ પરમિટ માટે એપ્લિકેશન ફોર્મ ભરીને સાથે કમ્પલ્સરી હેલ્થ સર્ટીફીકેટ સુપરત કરવાનું રહે છે. એકાદ મહિના પહેલા રોજ ચારથી પાંચ કિ.મી. ચાલવાની કસરત અને યોગ-પ્રાણાયામનો અભ્યાસ શરૂ કરવાની સલાહ પણ આપવામાં આવી છે. વિગતવાર સૂચનો બોર્ડની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.

Related posts

वित्त मंत्री सीतारमणने आत्मनिर्भर भारत 3.0 के राहत पैकेज का किया एलान

editor

रायबरेली में आकाशीय बिजली गिरने से दो की मौत

aapnugujarat

રી-લોન્ચ થયું નેશનલ હેરાલ્ડ; રાહુલે કહ્યું- ’સરકાર મીડિયાને ધમકાવે છે’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1