Aapnu Gujarat
રમતગમત

ફ્રેન્ચ ઓપનમાં અપસેટ : નોવાક જોકોવિક ટુર્નામેન્ટમાંથી આઉટ

ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં આજે સૌથી મોટો અપસેટ સર્જાયો હતો. નોવાક જોકોવિકની ડોમિનિક થીમ સામે ૭-૬, ૬-૩, ૬-૦થી હાર થઇ હતી. આની સાથે જ આ કિલર ખેલાડી હવે નવ વખતના ચેમ્પિયન રાફેલ નડાલ સામે રમશે. છઠ્ઠા ક્રમાંકિત ખેલાડી ડોમિનિક થીમે વિશ્વના બીજા ક્રમાંકિત ખેલાડીને કારમી હાર આપી હતી. સાત વર્ષમાં પેરિસમાં તેની ચોથી વહેલીતકે બાદબાકી થઇ છે. અગાઉ સ્પેનિસ ખેલાડી રાફેલ નડાલે આગેકૂચ જારી રાખી હતી અને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. નડાલે તેના જ દેશના બુસ્ટા ઉપર જીત મેળવી હતી. ઇજા થયા બાદ બુસ્ટા બીજા સેટમાં રિટાયર્ડ થઇ ગયો હતો. ફ્રેન્ચ ઓપન ટેનિસના ઇતિહાસમાં પ્રથમ વખત વર્તમાન ઓસ્ટ્રેલિયન ચેમ્પિયન સેરેના વિલિયમ્સ અને રોજર ફેડરર સ્પર્ધામાંથી ખસી ગયા છે. ડોપીંગના વિવાદમાં રહેવાના પરિણામ સ્વરૂપે શારાપોવાને આ વખતે પણ તક આપવામાં આવી નથી. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં શારાપોવા ચેમ્પિયન બની હતી. ફેડરર પણ આ વખતે રમી રહ્યો નથી. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આંકડો ૩૨૦૧૭૫૦૦ યુરોનો છે. ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમાતી સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધા છે. ૨૨થી વધુ કોર્ટ ઉપર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ મુખ્ય શો કોર્ટ છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આ વખતે પુરૂષોના વર્ગમાં સિંગલ્સ વિજેતા અને મહિલા સિંગલ્સ વિજેતાને એક સમાન ઈનામી રકમ આપવામાં આવનાર છે. આ વખતે ૧૦મી વખત પુરુષોની સિંગલ્સ ટ્રોફી જીતવા માટે રાફેલ નડાલ સજ્જ દેખાઈ રહ્યો છે. હજુ સુધીના તેના ફોર્મને જોતા તે હોટફેવરિટ દેખાઈ રહ્યો છે. ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં એન્ડી મરેએ જીત મેળવીને સતત ચોથા વર્ષે ફ્રેન્ચ ઓપનમાં ક્વાર્ટર ફાઇનલમાં આગેકૂચ કરી લીધી છે.

Related posts

Australia moved closer to WC semifinals by David Warner

aapnugujarat

પોન્ટિંગે પૃથ્વી શૉ વિશે કર્યો ઘટસ્ફોટ

editor

भारत के खिलाफ मैच से पहले ‘भारी दबाव’ में पाकिस्तानी : इमाम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1