રાહુલ ગાંધીને ઓક્ટોબર મહિવામાં કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. ગુજરાત સહિત ચાવીરૂપ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અને લોકસભાની ચૂંટણીના દોઢ વર્ષ પહેલા રાહુલને મોટી જવાબદારી સોંપવામાં આવનાર છે. કોંગ્રેસ કારોબારી સમિતીએ સંસ્થાકીય ચૂંટણી માટે કેલેન્ડરને મંજુરી આપી દીધી છે. ચૂંટણી પહેલાથી જ થઇ રહી છે. બે વર્ષ સુધી મોકુફ રાખવામાં આવ્યા બાદ આંતરિક ચૂંટણી પ્રક્રિયા હવે એક મહિના સુધી ચાલી શકે છે. જેમાં કોંગ્રેસના પ્રમુખ, રાજ્ય પ્રમુખો, રાજ્ય સંસ્થાની ચૂંટણી થનાર છે. સપ્ટેમ્બરથી ૧૬મી ઓક્ટોબર સુધી તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. વરિષ્ઠ કોંગ્રેસી સભ્યોએ કહ્યુ છે કે રાહુલની કોંગ્રેસના પ્રમુખ તરીકેો તાજપોશી ઓક્ટોબરમાં જ કરવામાં આવનાર છે. પાર્ટીના સભ્યો સંસ્થાકીય ચૂંટણીને બે વર્ષ મોકુફ રાખી ચુક્યા છે. ગઇકાલે મંગળવારે કોંગ્રેસ કારોબારી સમિતીની બેઠક મળી હતી. જેમાં જુદા જુદા પાસા પર ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના પ્રમુખ તરીકે સોનિયા ગાંધી ૧૮ વર્ષ સુધી રહ્યા છે. જેથી હવે રાહુલની વરણી કરાશે તો કોંગ્રેસ પાર્ટીના ઇતિહાસમાં મોટી ઘટના રહેશે. સોનિયા ગાંધી પોતાના પુત્ર માટે માર્ગ મોકળો કરવા માટે સોનિયા ગાંધી રાજીનામુ આપી શકે છે. ગાંધી પરિવારની વાત કરવામાં આવે તો કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળનાર રાહુલ પાંચમા સભ્ય તરીકે રહેશે. પંજાબ સિવાય કોંગ્રેસની વર્ષ ૨૦૧૪ બાદથી તમામ જગ્યાએ હાર થઇ રહી છે.આવનાર દિવસો રાહુલ ગાંધી માટે વધારે પડકારરૂપ બની શકે છે. કોંગ્રેસના સભ્યોમાં હાલ અસંતોષનુ મોજુ છે. સાથે સાથે આંતરિક ખેંચતાણ પણ જારી છે. કોંગ્રેસ કારોબારીની બેઠકમાં મંગળવારના દિવસે સંસ્થાકીય ચૂંટણીના મામલે પણ ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્યું છે. જાણકાર લોકોનું કહેવું છે કે, કોંગ્રેસમાં ધરખમ ફેરફારની તૈયારી કરવામાં આવી ચુકી છે. ઓક્ટોબરમાં રાહુલની તાજપોશીથી રાહુલની વધુ કસોટી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન રાજ્ય ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ભાજપ સામે કોંગ્રેસ ગુજરાતમાં ખુબ જ નબળી સ્થિતિમાં છે. હિમાચલ પ્રદેશમાં પણ પાર્ટી માટે પડકારરુપ સ્થિતિ સર્જાયેલી છે. રાહુલ ગાંધીની તાજપોશી બાદ કોઇપણ નકારાત્મક પરિણામ પાર્ટીમાં મૂડને ખરાબ કરી શકે છે. આવી સ્થિતિ મે ૨૦૧૮માં કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં ચૂંટણી લડવાની બાબત કોંગ્રેસ માટે મુશ્કેલરુપ બની શકે છે. કારોબારીની બેઠકમાં રાહુલને જવાબદારી સોંપવાના મુદ્દે ચર્ચા થઇ હતી હતી કે નહીં તે અંગે કોંગ્રેસ તરફથી કોઇ વાત કરવામાં આવી નથી.
પાછલી પોસ્ટ