બોક્સ ઓફિસ પર વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘Begum Jaan’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મથી લોકોને વધારે આશા હતી. પરંતુ Begum Jaan એ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાણી કરી નથી. બેગમ જાને પ્રથમ દિવસે ૩.૯૪ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મની કમાણી વિશેની માહિતી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરી જણાવી છે. તો હવે જોવું રહ્યું કે, ફિલ્મ વિકેન્ડમાં બોક્સ ઓફિસ પર કંઈ કમાલ કરે છે કે નહિ.
બેગમ જાન વર્ષ ૨૦૧૫ માં આવેલ બંગાળી ફિલ્મ ‘રાજકાહિની’ ની સ્ટોરી પર આધારિત ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી બેગમ જાન (વિદ્યા બાલન) ની છે જે કોઠો ચલાવતી હોય છે અને ત્યાં કેટલીક મહિલાઓ રહે છે. આ મહિલાઓની દુનિયા આ કોઠા પૂરતી સીમિત હોય છે અને ત્યાં સત્તા ચાલે છે બેગમ જાનની. ફિલ્મની સ્ટોરી તે સમયની છે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ભારતને પાકિસ્તાનથી અલગ કરવા માટે એક સરહદ બનાવવામાં આવી. આ સરહદ બેગમજાનનાં કોઠામાંથી પસાર છે. ઓફિસર બેગમ જાનને તે મહેલ છોડવા માટે કહે છે. પરંતુ બેગમ જાન તેમના આદેશ નું બિલકુલ પાલન કરતી નથી. ત્યારબાદ ફિલ્મમાં સરકારી તંત્ર દ્ધારા દબાણ અને ઘણા ષડ્યંત્રો બતાવવામાં આવે છે. તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.
વિદ્યા બાલન, ઈલા અરુણ, ગોહર ખાન, પલ્લવી શારદા સહિત ૧૧ એક્ટ્રેસીસ આ ફિલ્મ નજર આવશે. ફિલ્મમાં વધારે કિરદાર હોવાના કારણે કેટલાક કિરદારનું પરફોર્મન્સ સારું છે અને કેટલાકનું મીડીયમ. ફિલ્મનું કાસ્ટિંગ કમાલનું છે. આ સિવાય બેગમ જાન એટલે કે વિદ્યા બાલનનું પરફોર્મન્સ કમાલનું છે. વિદ્યા બાલનનું રૂપ-રંગ અને તેનો અવાજ કાનમાં લાંબા સમય સુધી ગુંજે છે. નસીરૂદ્દીન શાહનો રોલ નાનો છે પરંતુ કમાલનો છે. અમિતાભ બચ્ચનનો અવાજ પણ તમને સૂત્રધારનાં રૂપમાં સંભળાશે. જો ફિલ્મના મ્યુઝીકની વાત કરવામાં આવે તો તે લોકોને ખૂબ પસંદ આવશે.