છેલ્લા કેટલાય સમયથી ભારતમાં ખળભળાચ મચાવનારા કોલ સેન્ટર કૌભાંડના અમેરિકા સ્થિત સૂત્રધારોને ત્યાંની પોલીસે પકડી લીધા છે. આ સૂત્રધારોમાં ચાર ગુજરાતી પટેલો અને એક પાકિસ્તાની નાગરિકનો સમાવેશ થાય છે.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના જણાવ્યા મુજબ મની લોન્ડરિંગના આ કેસમાં પકડાયેલા ત્રણ ભારતીયોમાં રાજુભાઈ પટેલ (ઉ.વ.૩૨), વિરાજ પટેલ (ઉ.વ. ૩૩) અને દિલીપકુમાર પટેલ (ઉ.વ.૫૩)નો સમાવેશ થાય છે.
જ્યારે હાર્દિક પટેલ (ઉ.વ.૩૧) દ્વારા વાયર ફ્રોડની ભૂમિકામાં પોતાનો ગુનો કબૂલ્યો છે. પાકિસ્તાની નાગરિકનું નામ ફહાદ અલી (ઉ.વ.૨૫) છે. આ તમામ આરોપીઓએ અમેરિકાના ટેક્સાસ રાજ્યની કોર્ટના જજ સામે પોતાના ગુના કબૂલી લીધા છે.
બીજી જૂને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલા કબૂલાતનામા મુજબ હાર્દિક પટેલ ભારતમાં એક ફર્જી કોલ સેન્ટરનો માલિક હતો. તે ભારતમાં રહીને ઉપરોક્ત તમામ આરોપીઓના કામકાજ મેનેજ કરતો હતો. થોડા સમય પછી તે અમેરિકા આવી ગયો હતો.ઉલ્લેખનીય છે કે અમેરિકામાંથી ટેક્સ પેયર્સના ડેટાની ચોરી કરીને આ આરોપીઓ તેને ભારત મોકલતા હતા.
ભારતમાં ફર્જી કોલ સેન્ટર ઊભું કરીને ટેક્સ પેયર્સ સાથે માંડવાળી કરવાની ગોઠવણ કરતા હતા. અમેરિકી ટેક્સ પેયર માની જાય એટલે તેમને ચોક્કસ એકાઉન્ટમાં ડોલર જમા કરાવવાનું કહેવામાં આવતું હતું. ડોલર મળી ગયા બાદ આ લોકો હાથમાં આવતાં નહોતાં.
આગળની પોસ્ટ