Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કુલભૂષણ જાધવની ફાંસીની સજાને લઈને પાકિસ્તાન સરકાર મુશ્કેલીમાં, સેનેટમાં કરાશે ચર્ચા

પાકિસ્તાનની રાજકીય પાર્ટી જમાત-એ-ઈસ્લામીના સેનેટર સિરાજુલ હક્કે કુલભૂષણ મામલે ચર્ચા કરવા પાકિસ્તાન સેનેટમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવમાં સેનેટરે પાકિસ્તાન સરકારના નરમ વલણને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. સિરાજુલ હક્કે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય અદાલત દ્વારા કુલભૂષણની ફાંસી પર રોક લગાવ્યા બાદ આ મામલે પાકિસ્તાન સરકાર નિષ્ક્રિય થઈ ગઈ છે.
આ મામલે લોકો દ્વારા અનેક પ્રકારના તર્કવિતર્ક કરવામાં આવી રહ્યાં છે. જેથી ભારતને એવો મેસેજ મળશે કે, કુલભૂષણ મામલે પાકિસ્તાન સરકારે હાર માની લીધી છે. એમ સિરાજુલ હક્કે જણાવ્યું હતું.
જોકે સિરાજુલ હક્કે પાકિસ્તાન સરકારનો બચાવ પણ કર્યો હતો અને જણાવ્યું કે, જાધવની ધરપકડ કરવી પાકિસ્તાન સરકારની મોટી સફળતા હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલભૂષણ જાધવ અને ભારતની વિદ્રોહી પ્રવૃત્તિને પાકિસ્તાન યોગ્ય રીતે રજૂ કરી શક્યું નહીં જેથી જાધવને ફાંસી નહીં આપવાનું જણાવી આંતરરાષ્ટ્રીય અદાલતે ભારતના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. વધુમાં સિરાજુલ હક્કે કહ્યું કે, જાધવના મુદ્દે ભારત પાકિસ્તાનને સતત ધમકીઓ આપી રહ્યું છે. આ મુદ્દો પાકિસ્તાનની આંતરિક સુરક્ષા સાથે સંકળાયેલો હોવાથી પાકિસ્તાને આ મુદ્દે નરમ વલણ અપનાવવું જોઈએ નહીં તેમ હક્કે જણાવ્યું હતું.
પાકિસ્તાની સેનેટે સિરાજુલ હક્કની દલીલો માન્ય રાખી છે અને આ મુદ્દે પાકિસ્તાન સેનેટમાં ચર્ચા કરવા તૈયારી દર્શાવી છે. જેના અનુસંધાને પાકિસ્તાની સેનેટે વિદેશ મંત્રાલય અને અટોર્ની જનરલને નોટિસ પણ ઈશ્યૂ કરી છે.

Related posts

अमेरिकी सांसद की मांग- मार्क जुकरबर्ग को जेल होनी चाहिए

aapnugujarat

इंडोनेशिया : मालवाहक पोत डूबा, 17 लोग लापता

aapnugujarat

ડોકલામ મુદ્દે ચીનનું ઉશ્કેરણીજનક નિવેદન, કહ્યું-ડોકલામ વિવાદથી શીખ લે ભારત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1