Aapnu Gujarat
રાષ્ટ્રીય

હવે ભ્રષ્ટાચારી સરકારી કર્મચારીઓ સામે તપાસ છ મહિનામાં પૂરી કરાશે

કેન્દ્ર સરકારે સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર ઘટાડવા મોટો નિર્ણય કર્યો છે. સરકારે ૫૦ વર્ષ જૂના કાયદામાં સુધારા કરીને સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસની તપાસ છ મહિનામાં સમાપ્ત કરવા માટે સમય મર્યાદા નિર્ધારિત કરી છે. ભ્રષ્ટાચારના કેસમાં તપાસ ઝડપી બનાવવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ભ્રષ્ટાચારને લગતા અનેક કેસોમાં તપાસ ઘણા લાંબા સમયથી પડતર છે.ડીઓપીટીએ કેન્દ્રીય જાહેર સેવાઓ (વર્ગીકરણ, નિયંત્રણ અને અપીલ) નિયમ ૧૯૬૫માં સુધારા કર્યા છે અને તપાસના મહત્ત્વપૂર્ણ દોર અને તપાસ પ્રક્રિયાઓ માટે સમય મર્યાદા નિર્ધારિત કરવાનો નિર્ણય કર્યો છે.
સુધારેલા નિયમો અનુસાર તપાસ ઓથોરિટીએ છ મહિનાની અંદર તપાસ પૂરી કરીને પોતાનો અહેવાલ સુપરત કરવો પડશે.જોકે તેમાં જણાવાયું છે કે ડિસિપ્લિનરી ઓથોરિટી દ્વારા લેખિતમાં જો પૂરતાં કારણો આપવામાં આવશે તો તપાસ માટેનો સમયગાળો વધુ છ મહિના લંબાવવાની મંજૂરી આપવામાં આવશે. ત્યાર બાદ તપાસ પ્રક્રિયા માટે વધુ સમય લંબાવી શકાશે નહીં.
નવા નિયમો ઓલ ઈન્ડિયા સર્વિસિસ (આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ) અને કેટલીક અન્ય કેટેગરીના અધિકારીઓને બાદ કરીને તમામ કેટેગરીના કર્મચારીઓને લાગુ પડશે.અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશને (સીવીસી) જાહેરક્ષેત્રની તમામ બેન્કો, વીમા કંપનીઓ અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોને જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના પડતર કેસની તપાસમાં ઝડપ લાવવામાં આવે. ગઈ સાલની તુલનાએ ૨૦૧૬માં વિવિધ સરકારી વિભાગ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદમાં ૬૭ ટકાનો વધારો થયો છે અને રેલવે આ યાદીમાં ટોચ પર છે.

Related posts

भगवा वस्त्र पहनने वाले मंदिरों में कर रहे बलात्कार : दिग्विजय का विवादिय बयान

aapnugujarat

ઉત્તરપ્રદેશ -ઉત્તરાખંડમાં લઠ્ઠા કાંડ : મૃતાંક૧૨૦

aapnugujarat

EWSને સુપ્રીમની મંજૂરીનો DMK LEADER સ્ટાલિન દ્વારા વિરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1