Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભા ચુંટણીની રણનીતિ ધડવા આમ આદમી પાર્ટીની દિલ્હીમાં બેઠક

ગુજરાત વિધાનસભા ચુંટણીની રણનીતિ ધડવા માટે આમ આદમી પાર્ટીના ગુજરાત એકમ અને દિલ્હીના રાષ્ટ્રીય નેતૃત્વ વચ્ચે આગામી બે દિવસ સુધી દિલ્હીમાં બેઠક યોજાશે.
આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સાથે બુધવારે આ અંગે બેઠક યોજવામાં આવશે.આ પૂવે આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે આવનાર એક અઠવાડિયામાં ૧૮૨ વિધાનસભામાં સંગઠન મૂલ્યાંકનની બેઠકો યોજાઈ હતી તથા દરેક વિધાનસભાની પરિસ્થિતિનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો પાર્ટીના ઝોનલ ઇન્ચાર્જ સુધી દરેક વિધાનસભામાં બેઠકો યોજવામાં આવી હતી.
જેમાં પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓ, આગેવાનો સાથે સંવાદ કરી પાર્ટીની હાલની પરિસ્થિતિ, કાર્યકર્તાઓની સંખ્યા,માહોલ,તૈયારી સહીત સ્થાનિક રાજકીય પરિસ્થિતિઓના બારીક અવલોકન બાદ વિધાનસભાના રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
જેના પગલે ગુજરાત એકમના આગેવાનો આજથી બે દિવસ દિલ્હી ખાતે શીર્ષ નેતૃત્વ સાથે બેઠક કરશે તથા રિપોર્ટ પર ચર્ચા કરી આવનાર સમયની રણનીતિ તૈયાર કરશે.
ગુજરાત ચૂંટણી પ્રભારી તથા દિલ્લીના મંત્રી ગોપાલ રાય સાથે આજે સાંજે ચાર વાગ્યે તેમના નિવાસ્થાને બેઠક યોજાઇ અને રિપોર્ટ પર ચર્ચા કરાઇ ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રી તથા પાર્ટીના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ સાથે બેઠક યોજાઇઅને ચુંટણીની રણનીતિ અંગે વિચાર વિમર્શ કરાયો હતો.

Related posts

ભાજપના ઉપાધ્યક્ષ ઓમ માથુરે અંબાજી માતાના દર્શન કર્યા

aapnugujarat

યુવાનોને રોજગારી આપવા સરકાર કટિબદ્ધ : રૂપાણી

aapnugujarat

ગોધરામાં બી ડીવિઝન પોલીસે ચોરીના મૂદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો.

editor

Leave a Comment

UA-96247877-1