Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુંબઈમાં શાકભાજીના ભાવ આસમાને

મુંબઈમાં એક તરફ, આગ ઓકતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયાં છે ત્યારે બીજી તરફ, શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યાં છે. આવકમાં ઘટાડો થતાં શાકભાજીના ભાવો વધ્યા હોવાનું વેપારીઓ કહી રહ્યાં છે. ૩૦-૪૦ રૂપિયે કિલો વેચાતી કોથમીર છુટક બજારમાં રૂા.૨૦૦ના કિલોના ભાવે વેચાઇ રહી છે. શાકભાજીના ભાવો વધતાં ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાયું છે.
મહારાષ્ટ્રના ખેડૂતોની હડતાલનો આંશિક રીતે અંત આવ્યા છતાં શાકભાજી અને બીજી ખેતપેદાશોનો શહેરોને મળતો પુરવઠો આજે પણ ખોરવાયેલો રહ્યો હતો. આમ હડતાલની અસરને લીધે મુંબઇમાં શાકભાજીના ભાવ આસમાને ચડવા માંડયા છે. હડતાલની સ્થિતિનો લાભ લઇને શાકભાજીના વેપારીઓ મનફાવે એટલા ભાવ ઘરાકો પાસેથી પડાવી રહ્યાં છે. મુંબઇની માર્કેટોમાં કોથમીરની જુડીનો ભાવ ૧૨૦ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જ્યારે ફણસીનો ભાવ ૧૬૦ રૂપિયે કિલો થઇ ગયો છે. આવી જ રીતે ફલાવર, ટમેટાના ભાવ પણ બહુજ ઉંચે ચડી ગયા છે. પાડોશી રાજ્યોમાંથી શાકભાજીની આવક ધીમે ધીમે ચાલુ હોવાથી પરિસ્થિતિ સુધરશે. કાળઝાળ ગરમીને લીધે લીંબુનો વપરાશ વધ્યો છે જેના લીધે લીબુના ભાવ પણ વધ્યાં છે. પંદરેક દિવસ પહેલાં છુટક બજારમાં ૨૫૦ ગ્રામ લીંબુ રૂા.૧૦માં વેચાઇ રહ્યાં હતાં તે લીંબુનો ભાવ હવે કિલોના રૂા.૧૦૦એ પહોંચ્યો છે. પવિત્ર રમઝાન માસ પણ ચાલી રહ્યો છે જેના લીબુની માંગ વધી છે. મેથી, રિંગણ, ફુદીનો, પાલક સહિતની શાકભાજીનો કિલોનો સરેરાશ ભાવ રૂા.૬૦-૮૦ સુધી પહોંચ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, કમોસમી વરસાદને લીધે શાકભાજીના વાવેતરને નુકશાન થયુ છે. હવે ચોમાસામાં શાકભાજીની આવક વધશે. હાલમાં ગુજરાતના અમુક ભાવો ઉપરાંત અન્ય રાજ્યોમાં આવતી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે તેમાંય હોલસેલ બજારમાં શાકભાજીના ભાવો પ્રમાણમાં ઓછા છે પણ છુટક બજારમાં નાના વેપારીઓ ધૂમ નફો મેળવે છે. છુટક બજારમાં વેચાતી શાકભાજીના ભાવોમાં જમીન આસમાનનો ફરક હોય છે. હોલસેલ વેપારીઓ કહે છેકે, છુટક બજાર પર કોઇનો અંકુશ નથી એટલે આ પરિસ્થિતી સર્જાઇ છે.

Related posts

કર્ણાટકે પોતાના અલગ ઝંડા માટે કરી માંગ, કોંગ્રેસ સરકારે બનાવી કમિટી

aapnugujarat

World expects a lot from India : PM in Chennai

aapnugujarat

નાનાં શહેરોમાં સસ્તામાં ડેટાથી પોર્ન જોનાર લોકોની સંખ્યા વધી રહી છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1