Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર તાજા સમાચાર

Indian કુલભૂષણ જાધવ અંગે ટીપ્પણી કરવાની સ્થિતિમાં અમે નથી: UN

સંયુક્ત રાષ્ટ્ર (UN)એ ભારત અને પાકિસ્તાનને તેમની સમસ્યાઓના શાંતિપૂર્ણ સમાધાનનો માર્ગ કાઢવા માટે વાટાઘાટો કરવા માટે કહ્યું છે, પરંતુ વૈશ્વિક સંસ્થાને પાકિસ્તાની સૈન્ય અદાલત દ્વારા ભારતીય નાગરિક (Indian) કુલભૂષણ જાધવને અપાયેલી મોતની સજા અંગે કોઈ પણ ટીપ્પણી કરવાથી દૂર રહ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મહાસચિવ એન્ટોનિયો ગુતેરેજના પ્રવક્તા સ્ટીફન ડુજેરિકે જાધવને પાકિસ્તાનની સૈન્ય અદાલતની તરફથી સંભળાવવામાં આવેલી મોતની સજા અંગે કહ્યું હતું કે, “આ મામલામાં વિશેષમાં અમે પ્રક્રિયા પર નિર્ણય લેવા અને તેના પર કોઈ વલણ અપનાવવાની સ્થિતિમાં નથી.”

પાકિસ્તાનની સૈન્ય અદાલતે કુલભૂષણ જાધવને આતંકવાદ અને જાસૂસીમાં તેમની કથિત સંલિપ્તતાને લઈને સેના કાયદા મુજબ સજા સંભળાવી છે.

ડુજેરીકને કહેવામાં આવ્યું હતું કે ભારત આ નિર્ણયનો ભારે વિરોધ કરીને કહી રહ્યું છે કે આ મામલામાં કાયદો અને ન્યાયની નિશ્ચિત પ્રક્રિયાનું પાલન નથી થયું અને તે આ નિર્ણયને ‘એક સમજી વિચારેલી હત્યા’ માની રહ્યું છે.

મોતની સજાના મુદ્દા પર ભારત અને પાકિસ્તાને આંતરિક તણાવની વચ્ચે ડુજેરિકે બંને દેશોને વાતચીત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

તેમણે કહ્યું હતું કે “ભારત પાકિસ્તાનના સંદર્ભમાં વાત કરીએ તો અમારું આ જ કહેવું છે કે બંને પક્ષોએ વાતચીત અને વાટાઘાટો મારફત એક શાંતિપૂર્ણ સમાધાન શોધવું જોઈએ.”

Related posts

કર્ણાટક ચૂંટણી : બળદગાડી, સાયકલ પર રાહુલનો પ્રચાર

aapnugujarat

जीएसटी से २ फीसदी घटेगी महंगाई, बढ़ेगी जीडीपी की रफ्तार

aapnugujarat

ट्रैफिक उल्लंघन पर भारी जुर्माने से आएगी पारदर्शिता : : नितिन गडकरी

aapnugujarat

Leave a Comment

URL