મોનસુને કેરળ અને નોર્થ ઇસ્ટમાં એક સાથે એન્ટ્રી કરી દીધી છે. ગુજરાત ભરમાં મોનસુનની ૧૬-૧૭મી સુધી એન્ટ્રી થઇ શકે છે. ગુજરાતમાં ૧૦૦ ટકા વરસાદની આગાહી કરવામાં આવ્યા બાદ ખેડૂતોમાં અને અન્ય સંબંધિત વિભાગોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. હવામાન વિભાગે આજે જાહેરાત કરી હતી કે, આ મોનસુનની સિઝનમાં ખુબ સારો વરસાદ પડી શકે છે. એટલે કે મોનસુનમાં ૯૮ ટકા વરસાદ થશે. વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં ૧૩-૧૪મી જૂન સુધી મોનસુન પહોંચશે જ્યારે દિલ્હીમાં મહિનાના અંત સુધી મોનસુનની એન્ટ્રી થશે. પત્રકાર પરિષદને સંબોધતા આઈએમડીના ડિરેક્ટર જનરલ કેજી રમેશે કહ્યું હતું કે, અગાઉની આગાહીની સરખામણીમાં વધુ સારો વરસાદ દેશમાં થઇ શકે છે. મોનસુની વરસાદ અંગે વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, દેશભરમાં વર્ષ ૨૦૧૭માં દક્ષિણ પશ્ચિમ મોનસુન સિઝન (જૂન-સપ્ટેમ્બર)માં લોંગ પિરિયડ એવરેજના ૯૬થી ૧૦૪ ટકા રહી શકે છે. દેશમાં મોનસુનની સિઝન સારી રહી શકે છે. એલપીએના ૯૮ ટકા સુધી વરસાદ થઇ શકે છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં એલપીએના ૯૬ ટકા જ્યારે મધ્ય ભારતમાં એલપીએના ૧૦૦ ટકા જ્યારે દક્ષિણી દ્વિપમાં એલપીએના ૯૯ ટકા અને ઉત્તર પૂર્વ ભારતમાં એલપીએના ૯૬ ટકા વરસાદ થઇ શકે છે. દેશભરમાં વરસાદ એલપીએના ૯૬ ટકા રહી શકે છે. જુલાઈ મહિનામાં ૯૬ ટકા, ઓગસ્ટ દરમિયાન ૯૯ ટકા વરસાદ થઇ શકે છે. અંદાજમાં કેટલાક ટકા ફેરફાર જોવા મળી શકે છે. આઈએમડીના વડાએ માહિતી આપતા કહ્યું છે કે, મોનસુન ૧૩-૧૪મી જૂન સુધી બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સુધી પહોંચી શકે છે. જ્યારે આઠમી જૂન સુધી મોનસુન ગોવા સુધી પહોંચી શકે છે. વાણિજ્ય પાટનગર મુંબઈમાં ૧૩-૧૪મી જુન સુધી મોનસુન પહોંચી શકે છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં મહિનાના અંત સુધી વરસાદની શરૂઆત થશે. દક્ષિણ પશ્ચિમ મોનસુનની કેરળ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં એન્ટ્રી થઇ ચુકી છે. આ વખતે દેશમાં વાર્ષિક મોનસુની વરસાદ ૯૮ ટકાની આસપાસ રહી શકે છે. હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો અને કૃષિ સેક્ટરમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. એપ્રિલમ મહિનામાં ૯૬ ટકા વરસાદની આગાહી કરાઈ હતી. જુલાઈ મહિનામાં ૯૬ ટકા અને ઓગસ્ટમાં ૯૯ ટકા વરસાદ થઇ શકે છે. દેશભરમાં વરસાદની ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. આગામી દિવસોમાં આંતરિક કર્ણાટક, તમિળનાડુ, ઉત્તર પૂર્વીય રાજ્યોમાં મોનસુનની એન્ટ્રી થઇ જશે. સામાન્ય રીતે પહેલી જુનના દિવસે કેરળના દરિયા કાઠાના વિસ્તારોમાં મોનસુનની એન્ટ્રી થાય છે. આશા વ્યક્ત કરવામા ંઆવી રહી છે કે દેશના દક્ષિણી અને પશ્ચિમી હિસ્સામાં પણ મોનસુનની એન્ટ્રી થઇ જશે. હવામાન વિભાગે આ વખતે સરેરાશ વરસાદ ૯૬ ટકા રહેવાની આગાહી કરી છે. વર્ષ ૨૦૧૪-૧૫ અને૨૦૧૫-૧૬ના સતત બે વર્ષ દરમિયાન આ વર્ષે વરસાદ સારો રહે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી તમામ લોકો માટે સારા સંકેત સમાન છે. અર્થતંત્ર માટે પણ સારા સંકેત સામાન છે. અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે હવામાન વિભાગે સરેરાશ કરતા વધારે સારા વરસાદની આગાહી કરી હતી.
આગળની પોસ્ટ