બોલિવુડમાં કૈટરીના કૈફ પણ જુદા જુદા અભિનેતા સાથે સંબંધને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. સલમાન ખાન, રણબીર કપુર અને હવે આદિત્ય રોય કપુર સાથે સંબંધને લઇને કેટરીના કેફ ચર્ચા છે. જો કે આ સંબંધમાં કોઇ વાત કરવાનો કૈટરીના કૈફે ઇન્કાર કર્યો છે. કૈટરીના કૈફ હાલમાં આદિત્ય રોય કપુર સાથે કેટલીક વખત નજરે પડી છે. બોલિવુડની સાથે સાથે તેમના નજીકના લોકોમાં પણ ચર્ચા શરૂ થઇ છે. પ્રેમ પ્રકરણની ચર્ચા હંમેશા જોવા મળે છે. એવા અહેવાલ પણ આવી રહ્યા છે કે આદિત્ય રોય કપુરના સંબંધ હવે કૈટરીના કૈફની સાથે રહેલા છે. બંન્ને કેટલીક વખત એક સાથે નજરે પડ્યા બાદ બન્ને એકબીજા સાથે ડેટિંગ પર હોવાના હેવાલ મળી રહ્યા છે.
બંન્ને સાથે મળીને ક્વોલિટી ટાઇમ ગાળી રહ્યા છે. કેટરીના સાથે વધારે સમય ગાળવાના ઇરાદાથી હાલમાં તે રણબીર કપુર દ્વારા આયોજિત પાર્ટીમાંથી અધવચ્ચે નીકળી ગયો હતો. કૈટરીના કૈફ અને રણબીર પોતે કેટલાક સમય સુધી એકબીજાના પ્રેમમાં રહ્યા હતા. આદિત્ય અને રણબીર વચ્ચે મિત્રતામાં પણ હાલમાં ખેંચતાણની સ્થિતી સર્જાઇ હોવાના હેવાલ મળ્યા છે. જો કે આદિત્ય રોય કપુર અને અર્જૂન કપુરે રણબીર સાથે સમગ્ર દિવસ દરમિયાન પાર્ટીમાં ભાગ લઇને અટકળોનો અંત આણ્યો હતો. કૈટરીના કૈફ સાથે પોતાના સંબંધના અહેવાલ આવ્યા બાદ આ અંગે ખુલાસો કરતા આદિત્ય રોય કપુરે કહ્યુ છે કે કેટલીક વખત કોઇ મિત્રની સાથે ડિનર પર અથવા તો લંચ પર પાર્ટીમાં જતાની સાથે જ ચર્ચા શરૂ થઇ જાય છે, તેનું કહેવું છે કે,કોઇ પણ પ્રકારના સંબંધ ન હોવા છતાં પણ મિત્રના આવાસ પર જઇ શકાય છે. દરેક બાબતને પ્રેમ સંબંધ સાથે જોડી દેવાની બાબત યોગ્ય નથી. મિડિયામાં આધાર વગરના અહેવાલ આવ્યા બાદ આદિત્ય રોય કપુરે આ મુજબનો ખુલાસો કર્યો છે. વિતેલા વર્ષોમાં સલમાન સાથે તેના સંબંધ ખુબ ચર્ચામાં રહ્યા હતા.
પાછલી પોસ્ટ