બે વર્ષ પહેલા માર્ચ ૨૦૧૫ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ દેશમાં મધ્યમ વર્ગને અપીલ કરી હતી કે, ગરીબ વર્ગ સુધી ગેસ સીલીન્ડર પહોંચાડવા માટે તેઓ પોતાની LPG Subsidy ‘ગીવ ઇટ અપ’ કાર્યકમ હેઠળ છોડે. પ્રધાનમંત્રીની અપીલ બાદ એક વર્ષની અંદર દેશભરમાં લગભગ એક કરોડ લોકોએ સબસિડી છોડી છે. પેટ્રોલિયમ મંત્રાલયનો દાવો છે કે, હવે ખૂબ જ ઝડપથી લોકો પહેલા ‘ગીવ ઇટ અપ’ કરેલી સબસિડી ને ‘ગીવ ઇટ બેક’ લઇ રહ્યા છે.
પેટ્રોલિયમ મંત્રાલય મુજબ ૧,૧૨,૬૫૫ લોકોએ ‘ગીવ ઈટ અપ’ ને પોતાની ભૂલ માનીને પોતાની સબસિડી પાછી લઇ રહ્યા છે. મંત્રાલયનાં આંકડા કહી રહ્યા છે કે, સબસિડી પરત લેનાર સૌથી વધારે લગભગ ૨૩ હજાર લોકો મહારાષ્ટ્રથી છે.
જોકે, મંત્રાલયે ‘ગીવ ઈટ અપ’ સ્કીમને લોન્ચ કરતા સમયે સબસિડી લઇ રહ્યા છે. LPG ગ્રાહકોને એક વર્ષ બાદ સબસિડી પરત લેવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ સ્કીમને લોન્ચ થયા બાદ સરકારે તેને સફળ જાહેર કરતા આંકડા રજૂ કર્યા હતા કે કરોડો લોકો પ્રધાનમંત્રીની અપીલને સાંભળ્યા બાદ દેશહિતમાં પોતાની સબસિડી છોડી રહ્યા છે. આ ક્રમમાં કેન્દ્ર સરકારે આ આંકડો પણ રજૂ કર્યો હતો કે, ‘ગીવ ઈટ અપ’ કાર્યક્રમ હેઠળ સરકારે ૨૧ હજાર કરોડ રૂપિયાથી વધારે બચત થઇ છે.
પરંતુ હવે દેશમાં LPG ની વધતી કિંમતોને જોતા લોકોને પોતાની ભૂલનો અહેસાસ થઇ રહ્યો છે અને તેમણે છોડેલી સબસિડીને પરત લેવાનો વિકલ્પ શક્ય તેટલું જલ્દી પસંદ કરતા સસ્તા દરે LPG સીલીન્ડર લેવાની હોડમાં લાગ્યા છે. સબસિડી પરત લેવાની સંપૂર્ણ જાણકારી પેટ્રોલિયમ મંત્રાલયે હાલમાં સંસદમાં પૂછવામાં આવેલા જવાબમાં આપી હતી.