IPL-10 માં એન્ડ્ર્યુ ટાયની હેટ્રિક અને ત્યાર બાદ બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનના કારણે રાઈઝિંગ પૂણે જાયન્ટ્સને હરાવીને Gujarat લાયન્સે આ IPLની પ્રથમ જીત હાંસલ કરી છે. ટોસ જીતીને Gujarat લાયન્સના કેપ્ટન સુરેશ રૈનાએ રાઈઝિંગ પૂણે સુપર જાયન્ટ્સની ટીમને બેટિંગમાં ઉતારી હતી.
શુક્રવારે રાજકોટ ખાતે Gujarat લાયન્સ અને રાઈઝિંગ પૂણે સુપર જાયન્ટ વચ્ચે રમાયેલી બીજી મેચમાં પ્રથમ બેટિંગમાં ઉતરેલી રાઈઝિંગ પૂણેની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૭૧ રન બનાવ્યા હતા. જેના જવાબમાં Gujarat લાયન્સે બે ઓવર પહેલા આ જીત મેળવી લીધી હતી. કેપ્ટન સુરેશ રૈનાએ ૨૨ બોલમાં અણનમ ૩૫ રન અને એરોન ફિન્ચે ૧૯ બોલમાં ૩૩ રન બનાવીને અણનમ રહ્યા હતા.
Gujarat લાયન્સની તરફથી ઓપનર બેટ્સમેન ડવેન સ્મિથે ગજબની તોફાની બેટિંગ કરીને ૩૦ બોલમાં 47 રન બનાવ્યા હતા. પહેલી વિકેટની ભાગીદારી માટે સ્મિથ અને બ્રેન્ડન મેક્કુલમની સાથે મળીને ૯૪ રન ઉમેર્યા હતા.
સ્મિથને શાર્દુલ ઠાકુરે રાહુલ ચાહરના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો. મેક્કુલમે પણ આકર્ષણ ઈનિંગ રમીને ૩૨ બોલમાં 49 રન બનાવ્યા હતા. તેને રાહુલ ચાહરની બોલ ઉપર ધોનીએ સ્ટમ્પ આઉટ કર્યો હતો. ત્યાર બાદ દિનેશ કાર્તિક ત્રણ રન બનાવીને ઇમરાન તાહિરની બોલમાં બોલ્ડ થયો હતો.
જો કે કેપ્ટન સુરેશ રૈનાએ ઈનિંગને સંભાળી હતી અને એરોન ફિન્ચની સાથે મળીને ૧૮મી ઓવરના અંતિમ બોલ પર જ જીત અપાવી હતી. રૈનાએ અણનમ ૩૫ રન બનાવ્યા હતા જયારે ફિન્ચે ૧૯ રનમાં અણનમ ૩૩ રન બનાવ્યા હતા. પૂણેની તરફથી શાર્દુલ ઠાકુર, ઇમરાન તાહિર અને ચાહરે એક-એક વિકેટ મેળવી હતી.
ગુજરાત લાયન્સની આ ત્રણ મેચ પછી પહેલી જીત છે. આ અગાઉ તેને બે વખતના ચેમ્પિયન કેકેઆર અને ગત વિજેતા સનરાઈજર્સ હૈદરાબાદના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ આ રાઈઝિંગ પૂણે સુપર જાયન્ટની સતત ત્રીજી હાર છે. તેણે મુંબઈ ઇન્ડિયન્સનો સામે જીતથી શરૂઆત કરી હતી. પરંતુ તેના પછી કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી ડેરડેવિલ્સના હાથે હાર મળી હતી.