Aapnu Gujarat
Uncategorized

રાજ્યનાં ૨૦૩ ડેમો તળિયા ઝાટક, ૩૦ ટકા જ પાણી, વરસાદ ખેંચાયો તો સર્જાશે રાજ્યમાં પાણીની ગંભીર કટોકટી

મોના તળિયા દેખાવા લાગ્યા છે, ગુજરાતના ૨૦૩ ડેમોમાં માત્ર ૩૦ ટકા જ પાણી વધ્યું છે.રાજ્યમાં જો વરસાદ ખેંચાશે તો સિંચાઈના પાણીની સમસ્યા સર્જાવાની ભીતિ સેવવામાં આવી રહી છે.દૃગુજરાતમાં આવેલા કુલ ૨૦૩ ડેમમાં માત્ર કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર ૩૦.૧૫ ટકા જ પાણીનો જથ્થો વધ્યો છે.
નર્મદા ડેમ સહિતના ડેમમાં ૨૧,૦૪૦.૩૩ એમસીએમની કુલ સંગ્રહ ક્ષમતા સામે આ ડેમમાં અત્યારે માત્ર ૯,૫૯૮.૮૭ એમસીએમ પાણીનો જથ્થો રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ૧૫ ડેમમાં ૧૯.૦૯ ટકા, કચ્છના ૨૦ ડેમમાં ૭.૨૯ ટકા તેમજ સૌરાષ્ટ્રના ૧૩૮ ડેમમાં કુલ સંગ્રહ શક્તિના માત્ર ૮.૫૪ ટકા પાણી હયાત છે.મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૪૯.૯૬ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૩૪.૪૬ ટકા પાણી બચ્યું છે. સંજોગોવસાત જો વરસાદ ખેંચાઇ જાય તો આગામી સમયમાં રાજ્યમાં પાણીની ગંભીર કટોકટી સર્જાવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.રાજ્યમાં આ વખતે ઉનાળાની ગરમીએ ૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધીનો પારો બતાવી દેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતાં. પીવા ઉપરાંત ખેતી માટે પાણીનો ભરપુર ઉપયોગ થતા ઉનાળામાં જ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પાણીની તંગી સર્જાઇ હતી.
નર્મદા ડેમને બાદ કરતા બાકીના તમામ ૨૦૩ ડેમમાં કુલ પાણીની કુલ સંગ્રહશક્તિ ૧૫ હજાર ૭૭૪.૪૯ એમસીએમ છે. જેમાં ત્રીજી જૂનના રોજ માત્ર ૪ હજાર ૭૫૬.૫૭ એમસીએમ પાણીનો જથ્થો જ વધ્યો છે. જે ટકાવારીની દ્રષ્ટિએ માત્ર ૩૦.૧૫ ટકા છે. આમ તમામ ડેમો ખાલીખમ પડયા છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ પાણીની સંગ્રહશક્તિ ૫ હજાર ૨૬૫.૮૪ એમસીએમ છે. જેમાં હાલમાં સંતોષકારક કહી શકાય તેમ ૯૧.૯૬ ટકા પાણીનો જથ્થો હયાત છે એટલે કે ૪ હજાર ૮૪૨.૩૦ એમસીએમ પાણી હયાત છે.નર્મદા ડેમના પાણીને ગણતરીમાં લેતા રાજ્યમાં હાલ ૪૫.૬૨ ટકા પાણીનો જથ્થો હયાત છે. આગામી ૧૫ જૂન સુધીમાં વરસાદની એન્ટ્રી થવાની શક્યતા છે જો સંજોગોવસાત વરસાદ ખેંચાઇ જશે તો રાજ્યમાં પાણીની તંગી સર્જાવાની ભીતિ છે.
નોંધપાત્ર છે કે આગામી સમયમાં રવિ સીઝન માટે ડાંગરના ધરૃ રોપવાની કામગીરી હાથ ધરાશે ત્યારે સિંચાઇના પાણીની સૌથી વધુ જરૃર પડશે. અમદાવાદ જિલ્લાના અંતરીયાળ ગામોમાં ભર ઉનાળે પાણીની તંગી સર્જાતા લોકોએ પાણી માટે વલખા મારવા પડે છે.હવે સમગ્ર મદાર ચોમાસામાં વરસાદ કેવો પડે છે તેના પર હોવાથી ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.

Related posts

ભાવનગર શહેરનું વિક્ટોરિયા પાર્ક આજથી શહેરીજનો માટે ખુલ્લું મુકાયું

editor

ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ

aapnugujarat

ગીર – સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ

editor

Leave a Comment

UA-96247877-1