સાનિયા મિર્જાએ ક્રોએશિયાના પોતાના સાથીદાર ઇવાન ડોડીગની સાથે મળી ફ્રેંચ ઓપન ટેનીસ ટુર્નામેન્ટની મિક્સ્ડ ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.સાનિયા મિર્જા અને ઇવાન ડોડીગની જોડીએ યુક્રેનની એલિન સ્વિતોલીના અને ન્યુઝીલેન્ડની એટ્રેમ સિટેકની જોડીને બીજા રાઉન્ડમાં ૬-૨, ૬-૪ થી હરાવી હતી.
રોહન બોપન્ના અને ઉરગ્વેના પાબ્લો ક્યુવાસને તેમ છતાં મેન્સ ડબલ્સમાં બ્રિટેનના જેમી મારે અને બ્રાઝીલના બ્રુનો સોરેજની જોડી સામે ત્રીજા રાઉન્ડમાં ૬-૭, ૨-૬ થી હારનો સામનો કરવો પડ્યો હતો.
પૂરવ રાજા અને ડીવીજ શરણની ભારતીય જોડીને પણ મેન્સ ડબલ્સમાં અમેરિકાના રેયાન હેરિસન અને ન્યુઝીલેન્ડના માઈકલ વિનસ સામે ૬-૪, ૬-૭, ૨-૬ થી હારનો સામનો કરવો પડ્યો હતો.મહિલાઓની સિંગલ્સમાં ઝીલ દેસાઈ પણ પથમ રાઉન્ડમાં લાતવિયાની ડેનીએલા વિસમેન સામે ૦-૬, ૨-૬ થી હારી ગઈ હતી. પુરુષોની સિંગલ્સમાં અભિમન્યુ વાણેમરેડ્ડીને પણ પ્રથમ રાઉન્ડમાં ફ્રાંસના કલેમેંટ તાબુર સામે ૦-૬, ૧-૬ થી હારનો સામનો કરવો પડ્યો હતો.
પાછલી પોસ્ટ