Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઓનલાઈન પોર્ટલ શરૂ કરવા જઈ રહ્યું છે આરએસએસ, વેચાશે મોદી કુર્તાથી લઈને અનેક પ્રોડક્ટ્‌સ

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ) એક ઓનલાઈન પોર્ટલ ખોલવાની તૈયારી કરી રહ્યું છે જેના દ્વારા મોદી કુરતા, ગોમૂત્ર, ગાયના ગોબરનું ખાતર, ગોબરનો સાબુ લોકો સુધી પહોંચાડશે.
આ ઓનલાઈન પોર્ટ દ્વારા માત્ર મોદીના જ નહિ, યોગી કુરતા પણ વેચવામાં આવશે. આ તમામ પ્રોડક્ટ આરએસએસની પોતાની લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવે છે. આરએસએસની લેબ મથુરામાના ફરહમાં દીન દયાલ ધામમાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દીન દયાલ ધામના ડેપ્યુટી સેક્રેટરી મનીષ ગુપ્તાએ જણાવ્યુ કે, કામધેનુ ઉત્પાદો જલ્દી જ ઓનલાઈન તમામ પ્રોડક્ટ્‌સ ઉપલબ્ધ કરાવશે. આ પ્રોડક્ટ્‌સમાં કેન્સર, ડાયિબિટીસની દવા, ફેસપેક અને સાબુ પણ સામેલ છે. આ ઉપરાંત મોદી કુરતા પણ જલ્દી જ ઓનલાઈન ઉપલબ્ધ થશે. અત્યાર સુધી તો આ પ્રોડક્ટ્‌સ દીન દીન દયાલ ધામ અને આરએસએસના કેમ્પમાં જ ઉપલબ્ધ છે.
અમે ઓનલાઈન શોપિંગ વેબસાઈટની સાથ પંજીકરણ કરવાની પ્રક્રિયામાં છે. જે ઉત્પાદકોમાં ગાયનું મૂત્ર ઉપયોગ કરવામાં આવે છે, તેમાં પાચન ક્રિયા સારી કરવા માટે કામધેનુ અર્ક, ડાયાબિટીસ માટે કામધેનુ મધુનાશક ચૂર્ણ, મસ્તિષ્ક અને ગઠિયા માટે તેલ, શેમ્પુ, ન્હાવા માટેનો સાબુ, આંખમાં નાખવા માટેની દવા, મોતિયાબિંદની દવાઓ, ટુથપેસ્ટ, હવન સામગ્રી, ફેફસાના સંક્રમણ માટે કામધેનુ કાફસૂધા અને ફેસ પેક સામેલ છે. મનીષ ગુપ્તાએ જણાવ્યું કે, અમારી આંખોમાં પ્રોડક્ટ આંખની રોશની વધારવાનું પણ કામ કરે છે.ગોમૂત્ર ઉપરાંત સાબુ, ફેસપેક અને હવન સામગ્રી બનાવવા માટે ગાયના ગોબરનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંના એક કર્મચારી રામગોપાલે જણાવ્યું કે, આ પ્રોડક્ટ્‌સમાં અમે કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરતા નથી. અમારી પાસે ૫૦ ગાય છે. અમે રોજ તેમનું ગોમૂત્ર અને ગોબર એકઠું કરીએ છીએ. જેનો ઉપયોગ પ્રોડક્ટ્‌સ બનાવવા માટે કરવામાં આવે છે. ૨૦૧૫માં અમે ૭ ક્વિન્ટલ ચ્યવનપ્રાશ વેચ્યું હતું. દીન દયાલ ધામના ડાયરેરક્ટર રાજેન્દ્રએ જણાવ્યું કે, સ્થાનિક સ્તર પર ગોમૂત્રથી બનેલા પ્રોડક્ટ્‌સની બહુ જ માંગ છે. આરએસએસ કેમ્પ આયોજન કરી રહી છે. આ પ્રોડક્ટ્‌સને ઓનલાઈન પણ ઉપલબ્ધ કરવવામાં આવશે. જેના બાદ દુનિયાભરમાં લોકો તેનો ફાયદો ઉઠાવશે. અમને આશા છે કે, પ્રોડક્ટ્‌સ ઓનલાઈન ઉપલ્બધ થયા બાદ તેની ડિમાન્ડ વધશે અને અમે અમારું પ્રોડક્શન વધારવું પડશે.

Related posts

સીટેટની પરીક્ષામાં ૧૦ ટકા અનામતની માંગવાળી અરજી પર સુપ્રિમે કેન્દ્રને નોટિસ ફટકારી

aapnugujarat

तरनतारन में भारत-पाकिस्तान सीमा पर बीएसएफ ने 5 घुसपैठियों को मार गिराया

editor

1 MLA, nearly 12 councillors quits TMC joins BJP

aapnugujarat

Leave a Comment

UA-96247877-1