Aapnu Gujarat
ગુજરાત

કલોલમાં એક જ દિવસમાં હીટસ્ટ્રોકથી બે મોત

કલોલમાં એક જ દિવસમાં બે વ્યક્તિ કુદરતી રીતે મોતને ભેટતાં કલોલ સિવિલમાં લાવવામાં આવ્યાં હતાં જયાં સિવિલ સજેને મૃતકોને હીટ સ્ટ્રોકની અસર હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. ઉપરાંત અન્ય ત્રણ વ્યક્તિ કે જેઓને પણ ગરમીની અસર થતાં તાત્કાલીક સારવાર અર્થે લાવવામાં આવતાં સમયસરની સારવારને પગલે હાલમાં તબિયત સુધારા પર હોવાનું જાણવા મળેલ છે.આ સંદર્ભે મળતી સત્તાવાર માહિતી અનુસાર શહેરનાં પંચવટી વિસ્તારમાં આવેલ ગોપાલનગર સોસાયટીમાં રહેતાં અને શેરડીનું કોલું ચલાવતાં અંદાજીત ૩પ વર્ષીય સુખદેવ એમ .ગજ્જરને બે – ત્રણ દિવસથી તાવ આવતો હતોજેની તબીયત આજરોજ વધુ લથડતાં ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં પાયલોટ પ્રતીક વ્યાસ તથા ઈએમટી હીતેશ પટેલ કલોલ સિવિલમાં લઈ આવ્યાં હતાં જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.અન્ય એક બનાવમાં જીતપુરા બારોટવાસમાં રહેતાં અંદાજીત ૪૭ વર્ષીય રમણ જોગીન્દર રાય નામના શખ્સની પણ આજરોજ તબિયત લથડતાં સ્નેહીજનો સારવાર અર્થે કલોલ સિવિલમાં લઈ આવ્યાં હતાં જયાં રિક્ષામાંથી ઉતરી ઈમરજન્સી રૃમમાં પહોંચતાં જ રમણે પોતાનો દમ તોડી દીધો હતો.આ બંનેના મોત હીરસ્ટ્રોકની અસરને કારણે થયા હોવાનીં કલોલ સિવિલ સુપ્રીટેન્ડેન્ટ વિશાલ દવેએ શક્યતા વ્યક્ત કરી હતી.તેઓના જણાવ્યા અનુસાર આજરોજ હીટ સ્ટ્રોકની અસર હોય તેવા અન્ય ત્રણ કેસ આવ્યાં હતાં.જેમાં કલોલ રેલવે પૂર્વે આવેલ કરજીસણની ચાલીમાં રહેતાં ૭૦ વર્ષીય કાંતાબેન માવજીભાઈ મકવાણા તથા કલોલ તાલુકાનાં કાંઠા ગામના ૭૦ વર્ષીય ભાનુભાઈ દલસુખભાઈ નાયક , ધમાસણાના વિનોદભાઈ વ્યાસ હાલમાં સારવાર હેઠળ છે. જયારે કલોલની એક યુવતી અંદાજીત ૧૯ વર્ષીય સ્નેહલ શમોને સારવાર આપતાં તેની તબિયત સુધારા પર છે. દરરોજની ૧૦૦ની ઓપીડીમાં ૧૦ કેસ તો ગરમી અથોત્‌ લૂ ની અસરના હોય છે.

Related posts

સુરતમાં કોરોના બેકાબુ, ૧૮૦૦ બેડ, ૨૦૦ વેન્ટિલેટર મંગાયા

editor

સરદાર સરોવર ડેમની જળ સપાટી ૧૩૭.૦૮ મીટર થઈ

aapnugujarat

વિધાનસભા અધ્યક્ષની વરણી પ્રક્રિયાથી વિપક્ષ અજાણ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનો ગૃહમાંથી વોકઆઉટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1