છત્તીસગઢના કોરિયા જિલ્લામાં મા માટે બે દિકરીઓએ જાતે કુવો ખોદી કાઢ્યો છે. માને બે કિલોમીટર દૂરથી પાણી લાવતાં જોઈ બંને બહેનોએ જાતે કુવો ખોદી કાઢવાનું બિડું ઝડપ્યું હતું. બંને બહેનોને કુદરતે પણ સાથ આપ્યો હતો અને ફક્ત ૨૦ ફૂટ ઉંડેથી પાણી મળી આવ્યું હતું.છત્તીસગઢના કોરિયા જિલ્લાના વિકાસખંડ મનેન્દ્રગઢના કછોડ ગામમાં મજૂર પરિવારના અમરસિંહ ગૌડ અને તેમના પત્ની જુકમુલ તેમની બે પુત્રી શાંતિ અને વિજ્ઞાંતિ સાથે રહે છે.
ગામમાં કસહિયાપારા વિસ્તાર છે. જ્યાં ૧૫ પરિવાર રહે છે. તેમની વચ્ચે ત્રણ હેન્ડ પંપ છે પરંતુ બે હેન્ડપંપ બગડી ગયા છે અને એકમાં દૂષિત પાણી આવે છે. આમ ત્રણેયમાંથી એકેય હેન્ડપંપ ઉપયોગી નથી. આ માટે લોકોને પાણી માટે બે કિલોમીટર દૂર મુડધોવા નાળા પર જ નિર્ભર રહેવું પડે છે.પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે શાંતિ અને વિજ્ઞાંતિનાં માતા દરરોજ બે કિલોમીટરનું અંતર કાપતા હતાં. માની મુશ્કેલી જોઈ બંને બહેનોએ ઘર પાસે જ કુવો ખોદવાનો સંકલ્પ કર્યો હતો. શાંતિ અને વિજ્ઞાંતિએ ઘર નજીક કુવો ખોદવાની વાત કરી ત્યારે બધાએ હાંસી ઉડાવી હતી. ત્યારપછી બંને પુત્રીને કુવો ખોદતા જોઈ બધા જ આ કાર્યમાં જોડાઈ ગયા હતાં અને બંને બહેનોનો પરિશ્રમ ફળ્યો હતો.
પાછલી પોસ્ટ