Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુપીનાં સાગરાપુરમાં થયેલ જાતીય હિંસા બાદ રાજનીતિ ગરમાઈ

સાગરાપુરમાં થયેલ જાતીય હિંસા બાદ રાજનીતિ ગરમાઈ ગઈ છે. બસપા પ્રમુખ માયાવતીની મુલાકાત બાદ એફ વાર ફરીથી હિંસા ભડકી ઉઠી છે. લગાતાર ચૂંટણીમાં મળી રહેલ હાર બાદ દલિતોના દેવી ગણાતા માયાવતીએ દલિત વોટ બેંક એકજુટ બનાવી રાખવા માટે મજબુર બની ગયા છે. ત્યારે, ભાજપમાં દલિત વોટ બેંક એકત્રિત કરવામાં વ્યસ્ત બની ગઈ છે.
ભાજપના સતત પ્રયત્નના કારણે લોકસભા અને હવે વિધાનસભા ચૂંટણીમાં દલિતોના વોટ મળ્યા. આ વાતથી કેટલાક દલિત નેતા તેમને ફરીથી એકજુટ કરવામાં વ્યસ્ત છે. આ કડીમાં ભીમ આર્મીનું નામ સૌથી પ્રમુખ છે. દલિત અસ્મિતા અને સુરક્ષાના નામ પર બનાવવામાં આવેલ ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર લગાતાર પોતાની જાતિના લોકોને જોડવામાં વ્યસ્ત છે.૨૨ મે એ દિલ્હીના જંતર – મંતર પર ભીમ આર્મીએ પ્રદર્શન કરીને પોતાની શક્તિનો અહેસાસ અપાવવાનો પ્રયત્ન કર્યો છે.
યુપીમાં દલિત વસ્તી આશરે ૨૧ ટકા છે. તેમાં ૫૬ ટકા જાટવ, હરીજન, ૧૬ ટકા પાસી, ૧૫ ટકા ધોબી, કોરી અને બાલ્મિકી, ૫ ટકા ગોંડ, ધાનુક અને ખટીક છે. ૨૦૧૭ માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં બસપાને દલિત વોટને માત્ર ૨૫ ટકા વોટ જ મળ્યા છે. તેમના મુકાબલામાં ભાજપને ૪૧ ટકા અને સપાને ૨૬ ટકા વોટ મળ્યા છે. આ આંકડા બતાવે છે કે, કેવી રીતે દલિત વોટ બસપામાંથી સરકીને ભાજપના પક્ષમાં જઈ રહ્યા છે, જે માયાવતીની ચિંતાનું કારણ બન્યા છે.એક રાજકીય સમુહ તરીકે ખાસ કરીને ઉત્તરપ્રદેશ, પંજાબ, બિહાર અને મધ્ય પ્રદેશમાં ચૂંટણીને પ્રભાવિત કરવાની દલિતોની ક્ષમતાના કારણે દરેક રાજકીય દળ તેમને પોતાના પક્ષમાં લાવવાના પ્રયત્નમાં રહે છે. ભાજપની ૨૦૧૪ ની લોકસભા ચૂંટણીમાં સફળતા દેશમાં દલિતોની રાજકીય પ્રાસંગિકતાનું ચમકતું ઉદાહરણ છે, જેમાં માનવામાં આવે છે કે, દલિતો વોટ હિસ્સેદારી ૨૦૦૯ ના ૧૨ ટકાથી બમણી થઈને ૨૪ ટકા થઇ ગઈ છે. એસસી માટે આરક્ષિત કુલ ૨૪ સીટોમાંથી ભાજપે ૪૦ સીટ પર જીત હાંસલ કરી હતી.

Related posts

અંકુશરેખા પાર કરવા માટે ૧૬૦ ત્રાસવાદી તૈયાર

aapnugujarat

શિખ રમખાણ : સજ્જનની સામે ૩ કેસોમાં હજુ તપાસ

aapnugujarat

૬૬ શહેરોની ગટરોનું પાણી ગંગા નદીમાં છોડી દેવાય છે !!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1