બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને કહ્યું છે કે પોતે અલગ આલીશાન બંગલો લઈ શકે એટલો ધનવાન છે, પણ એને માટે પોતાનાં માતા-પિતાને છોડી દેવા ઈચ્છતો નથી.સલમાન ખાને ‘સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સ’ રિયાલિટી શૉ વખતે આમ જણાવ્યું હતું. સલમાન ખાન બોલીવૂડ સંવાદલેખક સલીમ ખાન અને સુશીલા ચારકનો પુત્ર છે.બાળકો માટેનાં આ સંગીત રિયાલિટી શૉની છઠ્ઠી સીઝનમાં સલમાન પોતાની આગામી હિન્દી ફિલ્મ ‘ટ્યૂબલાઈટ’ના પ્રચાર માટે પહોંચ્યો હતો. એની સાથે એનો ભાઈ સોહેલ ખાન પણ હતો.શૉ વખતે ધિરુન ટિકૂ નામના એક બાળકે સલમાનને સવાલ કર્યો હતો કે તમે આલીશાન બંગલો ખરીદી શકો એમ છો, તે છતાં હજી સુધી ફ્લેટમાં કેમ રહો છો?ત્યારે જવાબમાં સલમાને કહ્યું કે, મને આલીશાન બંગલાને બદલે બાન્દ્રા-વેસ્ટ (મુંબઈ)માં હાઉસિંગ સોસાયટીના ફ્લેટમાં રહેવાનું વધારે ગમે છે, કારણ કે એમાં ઉપરના માળ પર મારા માતા-પિતા રહે છે. હું મારા માતા-પિતાને છોડીને ફ્લેટમાં રહેવા જવા માગતો નથી.સલમાન ખાન અને એનો સમગ્ર પરિવાર બાન્દ્રા-વેસ્ટમાં ગેલેક્સી એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં વર્ષોથી રહે છે.
સલમાન કહ્યું કે આ ફ્લેટ સાથે મારી વર્ષો જૂની યાદ જોડાયેલી છે. આખી ઈમારતમાં રહેતા લોકો એક પરિવારની જેમ રહે છે. અમે નાના હતા ત્યારે બધાં બાળકો નીચેના બગીચામાં સાથે રમતા હતા અને ક્યારેક તો ત્યાં સૂઈ પણ જતા હતા.
પાછલી પોસ્ટ