Aapnu Gujarat
રમતગમત

ICC એ Harbhajanને બનાવ્યા ચેમ્પિયન ટ્રોફીના બ્રાંડ એમ્બેસેડર

ભારતીય ઓફ સ્પિનર Harbhajan Singh ને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ વર્ષે જુનમાં થનારી આઈસીસી ચેમ્પિયન ટ્રોફીના માટે બ્રાંડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યા છે. હરભજન સિંહ સહિત કુલ ૮ ખેલાડીઓને બ્રાંડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ઇંગ્લેન્ડમાં ૧ થી ૧૮ જુનની વચ્ચે કરવામાં આવશે.

હરભજન સિંહ આ યાદીમાં જગ્યા બનાવનાર ભારતના એકમાત્ર ખેલાડી છે. હરભજન સિંહના સિવાય ચેમ્પિયન ટ્રોફીના બ્રાંડ એમ્બેસેડરોમાં પાકિસ્તાનના શાહિદ આફ્રિદી, બાંગ્લાદેશના હબીબુલ બશર, ઇંગ્લેન્ડના ઇયાન બેલ, ન્યુઝીલેન્ડના શેન બોન્ડ, ઓસ્ટ્રેલિયાના માઈક હસી, શ્રીલંકાના કુમાર સંગાકારા અને સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથનો સમાવેશ થાય છે.

આઈસીસીએ આ ટુર્નામેન્ટના લગભગ ૫૦ દિવસ પહેલા બ્રાંડ એમ્બેસેડરના નામોની જાહેરાત કરી દીધી છે. પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશની વચ્ચે ઓવલમાં રમાશે, આઈસીસીના સીઈઓ ડેવિડ રીચાર્ડસને જણાવ્યું છે કે, ચેમ્પિયન ટ્રોફી શરૂ થવાના ૫૦ દિવસ બાકી છે અને અમે એમ્બેસેડરની જાહેરાત કરતા ઘણા ખુશ છીએ. આ મેચમાં ભારતીય ટીમ પોતાના ટાઈટલની રક્ષા કરતી જોવા મળશે. હરભજન સિંહે પોતાને બ્રાંડ નિમણુંક કરવામાં આવા પર ખુશી જાહેર કરી અને તેમણે ગર્વની ક્ષણ બતાવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ટીમ ઇન્ડિયા પોતાના ટાઈટલની રક્ષા કરવામાં સફળ હશે.

Related posts

ભારત-શ્રીલંકા વચ્ચે આજે રોમાંચક જંગ ખેલાશે

aapnugujarat

રશિયા-ક્રોએશિયા વચ્ચે આજે ફાઈટ ટુ ફિનિશ જંગ

aapnugujarat

આજથી પર્થમાં ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ

aapnugujarat

Leave a Comment

URL