Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુસાફરને રૂ.૭૫,૦૦૦ વળતર આપશે રેલવે, કેટલાંક લોકોએ રિઝર્વ સીટ પર કરેલો કબ્જો

ટ્રેનમાં મુસાફરી દરમિયાન રિઝર્વ સીટ પર બીજા મુસાફરોએ કબ્જો કરી લેતા થયેલી હેરાનગતિને સહન કરનારા એક વ્યક્તિને રેલવે ૭૫ હજાર રૂપિયાનું વળતર આપશે. આ આદેશ દિલ્હીના કન્ઝ્યુમર કમિશને આપ્યો છે. આ મામલાની સુનાવણી માટે રેલવેના અધિકારી હાજર ન થયા. કમિશને તેને સર્વિસમાં ખામી માની છે. ૪ વર્ષ પહેલા દિલ્હીના એક વ્યક્તિએ દક્ષિણ એક્સપ્રેસમાં એક ટિકિટ બુક કરી હતી. જેના પર અન્ય મુસાફરોએ કબ્જો જમાવતા તેણે આ મામલાની ફરિયાદ કન્ઝ્યુમર ફોરમમાં કરી હતી.કમીશનને જિલ્લા કન્ઝ્યુમર ફોરમનો ઓર્ડર માન્ય રાખ્યો. જેમાં જણાવાયું છે કે રેલવે વળતરની રકમનો એક તૃતીયાંશ હિસ્સો ટિકિટ ચેકરની સેલરીમાંથી કાપવામાં આવશે. કારણકે પેસેન્જરની રિઝર્વ સીટ પર બીજા પેસેન્જર્સને બેસાડી શકાય નહીં.મામલાની સુનાવણી કરી રહેલી બેન્ચના પ્રેસિડેન્ટ જસ્ટિસ વીણા બીરબલે કહ્યું ડિસ્ટ્રીક્ટ ફોરમ દ્વારા ૭૫ હજારનું વળતર આપવાનો ઓર્ડર બિલકુલ યોગ્ય છે. કમીશને વળતરની રકમ વધારવાનો ઈન્કાર કરી દીધો હતો.દિલ્હીના રહેવાસી વી. વિજયકુમારે ફરિયાદમાં કહ્યું હતું કે ૩૦ માર્ચ, ૨૦૧૩ના રોજ તેઓ વિશાખાપટ્ટનમથી દિલ્હી જવા દક્ષિણ એક્સપ્રેસમાં સવાર થયા. આ દરમિયાન કેટલાક લોકો કોચમાં ચઢ્યા અને તેની રિઝર્વ સીટ પર કબો કરી લીધો. જબરદસ્તીથી સીટ પર બેઠેલા લોકોને ઉઠવાનું કહેતા હંગામો કર્યો હતો. જેના કારણે મારી સહિત અન્ય પેસેન્જર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પરેશાન થઈ ટીટીઈ કે રેલવે ઓફિસરને શોધ્યા, પરંતુ કોઈ મળ્યું નહીં.

Related posts

बिहार सरकार ने 4 जनवरी से सभी स्कूलों को फिर से खोलने का लिया फैसला

editor

यमुना एक्सप्रेस वे पर डंपर से टकराई तेज रफ्तार कार एम्स के ३ डॉक्टरों की मौत

aapnugujarat

પ્રિયંકા યુપીનાં મહાસચિવ : કેટલાક લોકો માટે પરિવાર પાર્ટી છે : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1