ઉમેશ યાદવની ચાર વિકેટ અને ત્યાર પછી સુનિલ નારાયણના ઓલરાઉન્ડ પ્રદર્શન, ગૌતમ ગંભીરની કપ્તાની ઈનિંગના કારણે કેકેઆરે કિંગ્સ ઈલેવન Punjab ને ૮ વિકેટે હરાવીને તેનો વિજયરથ અટકાવ્યો હતો.
IPL ૧૦ ની અગિયારમી મેચમાં ટોસ જીતીને પંજાબને બેટિંગ આપ્યું હતું. જેના અંતર્ગત કિંગ્સ ઈલેવન Punjab એ યજમાન કોલકાતા નાઈટ રાઈડર્સના આમંત્રણ પર પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવર્સમાં ૯ વિકેટ ગુમાવીને ૧૭૦ રન બનાવ્યા હતા.
૧૭૧ રનના પડકારજનક લક્ષ્યનો પીછો કરતા કોલકાતાની ટીમે 16.૩ ઓવરમાં ફક્ત બે વિકેટ ગુમાવીને ૧૭૧ રન બનાવી લીધા હતા. આ મેચમાં ગૌતમ ગંભીરે અણનમ ૭૨ રન બનાવીને પોતાની ટીમને જીત અપાવી હતી.
આ IPLમાં રમાયેલા ત્રણેય મેચોમાં કેકેઆરની આ બીજી જીત છે. પહેલા મેચમાં ગુજરાત લાયન્સને ૧૦ વિકેટથી હરાવ્યું હતું. જયારે મુંબઈ ઇન્ડિયન્સ સામે તેણે રોમાંચક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ કિંગ્સ ઈલેવન પંજાબની આ IPLમાં પહેલી હાર છે. તેણે આ પહેલા પૂણે અને પછી આરસીબીને હરાવ્યું હતું.