Aapnu Gujarat
રમતગમત

ઓસ્ટ્રેલિયા-બાંગ્લાદેશ વચ્ચે આજે રોમાંચક જંગ ખેલાશે

ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે આજે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ રમાનાર છે. ઓસ્ટ્રેલિયા માટે આ મેચ વધારે મહત્વપૂર્ણ છે. કારણ કે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચ પરિણામ વગર પૂર્ણ થઇ હતી જેથી એક એક પોઇન્ટ આપવામાં આવ્યો હતો. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની દરેક મેચમાં વરસાદ વિલન બનતા હજુ સુધી સ્પર્ધામાં મોટાભાગની મેચો સારીરીતે રમાઈ શકી નથી જેને લીધે આવતીકાલની મેચમાં પણ વરસાદ વિલન બને તેવી શક્યતા દેખાઈ રહી છે. સ્મિથના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા ફેવરિટ તરીકે છે પરંતુ વરસાદને લઇને ભય પણ છે જેથી આ મેચમાં ડકવર્થ લુઇસ પદ્ધતિને ધ્યાનમાં લેવી પડશે. આઈસીસીની બીજી સૌથી મોટી સ્પર્ધા તરીકે આને ગણવામાં આવે છે.ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે વખત ભારત અને ઓસ્ટ્રેલિયા વિજેતા બન્યા છે. જ્યારે પ્રથમ વખત રમાયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આફ્રિકાની ટીમ વિજેતા બની હતી. વર્ષ ૨૦૧૩માં છેલ્લા ભારતીય ટીમ વિજેતા થઈ હતી.પહેલી જુનના દિવસે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત થયા બાદ ૧૮મી જુન સુધી મેચો ચાલનાર છે. આઇસીસી વનડે ચેમ્પિયનશીપ રેન્કિંગમાં ટોપ આઠમાં રહેલી ટીમો મેદાનમાં ઉતરી છે. બાંગ્લાદેશની ટીમ આ વખતે વેસ્ટ ઇન્ડિઝની જગ્યાએ રમી રહી છે. કારણ કે વેસ્ટ ઇન્ડિઝ યાદીમાં નવમા ક્રમ પર છે. વર્ષ ૨૦૦૬ બાદથી બાગ્લાદેશની ટીમ પ્રથમ વખત પરત ફરી છે જેથી તેના ખેલાડીઓ પણ ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. હાલમાં જ માન્ચેસ્ટરમાં હુમલો કરવામાં આવ્યા બાદ મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સુરક્ષા પાસાની સમીક્ષા કરવામાં આવી ચુકી છે. દરેક ટીમને કેટલીક સુચના પણ આપવામાં આવી છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પહેલી જૂનથી ૧૮મી જૂન સુધી ઈંગ્લેન્ડમાં કરવામાં આવ્યું છે.

Related posts

વિરાટ-રોહિત વચ્ચેનાં મતભેદનાં સમાચારને વિનોદ રાયે ફગાવ્યા

aapnugujarat

મહિલા હોકી એશિયા કપઃ ભારતે ચીનને ૫-૪થી હરાવી જીત્યો ખિતાબ

aapnugujarat

પૂર્વ ભારતીય કેપ્ટન અજીત વાડેકરનું નિધન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1