Aapnu Gujarat
રમતગમત

વર્લ્ડકપમાં ધોનીની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે

વર્લ્ડકપ ક્રિકેટની શરૂઆત થવા આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ભારતીય ખેલાડીઓના દેખાવને લઇને જોરદાર ચર્ચા છેડાઈ ગઈ છે. ભારત તરફથી આ વખતના વર્લ્ડકપમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ભૂમિકા પણ નિર્ણાયક બની શકે છે. ધોનીના નેતૃ્‌ત્વમાં એક વખત ભારતીય ટીમ વર્લ્ડકપ પણ જીતી ચુકી છે. ધોનીએ વર્લ્ડકપમાં હંમેશા ચાવીરુપ ભૂમિકા અદા કરી છે. તેના દેખાવની વાત કરવામાં આવે તો ધોનીએ ૩૪૧ મેચોમાં ૧૦૫૦૦ રન બનાવ્યા છે જેમાં ૭૧ અડધી સદી અને ૧૦ સદીનો સમાવેશ થાય છે. સ્ટ્રાઇક રેટની વાત કરવામાં આવે તો તેનો સ્ટ્રાઇક રેટ ૮૭.૫નો રહ્યો છે. ધોનીએ ૨૦૧૫ બાદ જુદા જુદા પોઝિશન પર રહીને રન બનાવ્યા છે જેમાં ચોથા સ્થાન ઉપર રહીને ૧૨ ઇનિંગ્સમાં ૪૪૮ રન બનાવ્યા છે જેમાં ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે જ્યારે પાંચમાં સ્થાન પર બેટિંગ કરીને ધોનીએ એક સદી અને સાત અડધી સદી સાથે ૨૮ મેચોમાં ૧૦૨૮ બનાવ્યા છે. આવી જ રીતે ૬ઠ્ઠા ક્રમ પર બેટિંગ કરીને ૭૫૪ રન બનાવ્યા છે જેમાં પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. આવી જ રીતે સાતમાં ક્રમ ઉપર પાંચ મેચો રમીને ૭૮ રન બનાવ્યા છે. ધોનીએ વર્લ્ડકપમાં ૨૦ મેચોમાં ૫૦૭ રન બનાવ્યા છે તેમાં ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો હાઈએસ્ટ સ્કોર ૯૧ રનનો રહ્યો છે. ધોનીએ ૨૦૧૫ બાદથી સ્ટ્રાઇક રેટ આંશિકરીતે ગુમાવ્યો છે પરંતુ તે જુદી જુદી ભૂમિકાઓમાં જોરદાર દેખાવ કરતો રહ્યો છે. તેની ભૂમિકા આ વખતે પણ વર્લ્ડકપમાં નિર્ણાયક બની શકે છે. એપ્રિલ ૨૦૧૫ બાદથી ધોનીએ ૪૩ મેચોમાં બેટિંગ કરી છે જેમાં ભારતે ૨૮માં જીત મેળવી છે. આ મેચોમાં ધોનીનો સરેરાશ ૫૮ રનનો રહ્યો છે જ્યારે સ્ટ્રાઇક રેટ ૭૬.૯૯ રનનો રહ્યો છે. ૧૪ મેચોમાં ભારતની હાર થઇ છે જેમાં ધોનીની સરેરાશ ૨૫.૦૭ રનની રહી છે. સ્ટ્રાઇક રેટ પણ ઘટી ગયો છે. આ તમામ આંકડા દર્શાવે છે કે, ભારતની જીતમાં ધોનીની હંમેશા ચાવીરુપ ભૂમિકા રહી છે. ધોનીની આક્રમક નીતિ આ વખતે પણ ભારતને વર્લ્ડકપ જીતવાડવામાં ચાવીરુપ ભૂમિકા અદા કરી શકે છે. ધોની અને કોહલીની હાજરીમાં ભારતીય ટીમ વર્લ્ડકપમાં ધરખમ દેખાવ કરવા માટે તૈયાર છે. વર્લ્ડકપમાં ભારતીય ટીમ હોટફેવરિટ તરીકે મેદાનમાં ઉતરી રહી છે.

Related posts

रेसलर योगेश्वर दत्त बीजेपी में शामिल हुए

aapnugujarat

નડાલ સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીતી શકે છે : વિલાન્ડર

aapnugujarat

વર્લ્ડકપ જીતવા ઓસ્ટ્રેલિયા તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1