Aapnu Gujarat
ગુજરાત

રામોલમાં ગેંગવોરમાં એકની ક્રૂર હત્યા થતાં ભારે તંગદિલી

શહેરના રામોલ વિસ્તારમાં જનતાનગરમાં ગઇ મોડી રાત્રે ગેંગવોરની ખતરનાક ઘટના સામે આવી હતી. જેમાં રમીઝ પઠાણ નામના શખ્સની કરપીણ હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. બીજીબાજુ, આ હત્યાથી ઉશ્કેરાયેલા મૃતકપક્ષના ટોળાએ આ બનાવમાં ઘાયલ આમીર યાસીન શેખ નામના યુવકમાં તે એલજી હોસ્પિટલમાં સારવાર લેવા આવ્યો ત્યારે જ હુમલો બોલી દીધો હતો, જેને લઇને હોસ્પિટલમાં જ સરેઆમ હત્યાનો બનાવ બનતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. આ બનાવને લઇ એલજી હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાને લઇને પણ ગંભીર સવાલો ઉઠયા છે. કારણ કે, એલજી હોસ્પિટલમાં સુરક્ષા માટે બાઉન્સરોને રૂ.૫૦ લાખનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે, તેમછતાં ગઇ મોડી રાત્રે હોસ્પિટલમાં સરેઆમ મર્ડરની ઘટના બનતાં તંત્ર પણ દોડતુ થઇ ગયું છે. આ સમગ્ર બનાવોને લઇ રામોલ અને મણિનગર પોલીસ મથકમાં ત્રણ જુદા જુદા ગુના નોંધાયા છે, જેમાં પોલીસે હાલ તો ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, હજુ આ પ્રકરણમાં વધુ આરોપીઓની ધરપકડ કરાય તેવી પૂરી શકયતા છે. બે મહિના પહેલા ઝઘડો થયો હતો તેની અદાવતમાં ગઇકાલે રાત્રે રામોલના જનતાનગરમાં ગેંગવોરની ઘટના બની હતી, જેમાં બે જૂથ સામસામે આવી ગયા હતા અને તેમાં રમીઝ પઠાણ નામના શખ્સની કરપીણ હત્યા કરવામાં આવી હતી. જેને પગલે રમીઝના પરિવારજનો અને સમર્થકોમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો હતો. રમીઝના મૃતદેહ એલજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, બીજીબાજુ, સામાપક્ષે ઘાયલ આમીર યાસીન શેખ નામનો યુવક પણ એલજી હોસ્પિટલમાં જ સારવાર માટે આવ્યો હતો ત્યારે તેની જાણ થઇ જતાં રમીઝ પઠાણ જૂથના ટોળા દ્વારા આમીરને ઘેરી લેવામાં આવ્યો હતો અને સીટી સ્કેન વિભાગનો દરવાજો તોડી અંદર ઘૂસી જઇ તલવાર સહિતના ઘાતક હથિયારો વડે હુમલો કરી તેને હોસ્પિટલમાં સરેઆમ પતાવી દેવાયો હતો. એલજી હોસ્પિટલમાં સર્જાયેલા આ ખૂની આંતકને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવોને લઇ રામોલ અને મણિનગર પોલીસમાં ત્રણ જુદી જુદી ફરિયાદો દાખલ થઇ હતી. પોલીસે હાલના તબક્કે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જો કે, સમગ્ર પ્રકરણમાં હજુ વધુ ધરપકડ થાય તેવી પૂરી સંભાવના છે. બીજીબાજુ, બનાવને લઇ એલજી હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાને લઇને પણ ગંભીર સવાલો ઉઠયા છે. કારણ કે, એલજી હોસ્પિટલમાં સુરક્ષા માટે બાઉન્સરોને રૂ.૫૦ લાખનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે, તેમછતાં ગઇ મોડી રાત્રે હોસ્પિટલમાં સરેઆમ મર્ડરની ઘટના બનતાં તંત્ર પણ દોડતુ થઇ ગયું છે અને લૂલો બચાવ કરતાં જોવા મળ્યું હતું.

Related posts

તમામ હોસ્પિટલ હાઉસફૂલ, ૧૦૮માં ૩૦૦-૪૦૦ કોલ વેઈટિંગમાં : નાયબ મુખ્યમંત્રી

editor

NARMADA SAILING EXPEDITION – 2017 BY NCC

aapnugujarat

યુટીએસ એપ દ્વારા રેલ્વેમાં ટિકિટ બુકીંગમાં ડિસ્કાઉન્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1