Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુપીમાં ૭૩નો આંકડો પાર નહીં કરે ભાજપ : રિપોર્ટ

જાહેર થયેલા એકઝીટ પોલને માનીએ તો આ વખતે યુપીમાં ભાજપ ગત સમયના ૭૩ ના આંકડાને પાર કરી શકે તેમ નથી ગુરૂવારે ઉમેદવારોનું ભાવિ તો નકકી થશે જ સાથે સાથે ઉત્તરપ્રદેશના કેટલાય નેતાઓ, પદાધિકારીઓના ભાવિ પણ નકકી થશે તેમ મનાય છે. એકઝીટ પોલમાં કોઇએ ભાજપને ૬૦ ને પાર તો કોઇએ રર આસપાસ બેઠકો મેળવતા દર્શાવેલ છે.
આ એકઝીટ પોલના આંકડા મુજબ ભાજપનો ગત ચૂંટણીનો આંક ૭૩ બેઠકોનો હતો તે આ વખતે પહોંચવો મુશ્કેલ છે.આવી સ્થિતિમાં ભાજપના સંગઠન અને સરકારમાં તેના કારણોની શોધખોળ કરાશે કે શા માટે આપણે ૭૪ ના આંકને પાર ન કરી શકયા. ભાજપની હાર થશે તો કેટલીય બેઠકોની સમીક્ષા કરવામાં આવશે ત્યારે સરકાર, અલગ અલગ નિગમો કે બોર્ડમાં બેઠેલા ચહેરાની કામગીરી સામે આવશે. જ્યાં ગઠબંધનનું ગણિત અને ભાજપના સમીકરણ બગડયા છે તે વિસ્તારમાં સત્તા અને સંગઠનમાં મોટા મોટા હોદા પર બિરાજમાન ચહેરાઓના હાલના સમીકરણો પણ બદલાય તેવી શક્યતા વર્તાઇ રહી છે.
ઉત્તરપ્રદેશ સરકારના ચાર મંત્રીઓ સત્યદેવ પચૌરી, મુકુટ બિહારી વર્મા, ડો.એસ.પી.સિંહ બધેલ અને ડો.રીટા બહુગુણા જોશી ચૂંટણી લડતા હતા એટલે તા.ર૩ મેના રોજ તેમની હારજીત નકકી નહી થાય પણ ચૂંટણીમાં તેમના દેખાવના આધારે તેમના વર્તમાન હોદા, પદનો ફેંસલો પણ થશે. જો તેઓ જીતી જશે તો તેમના સ્થાને કોનો વારો આવશે ? એ તો જગજાહેર છે કે જે વિધાનસભ્યોના વિસ્તારમાં ભાજપનું પ્રદર્શન સારૂ હશે ત્યાં તેમને આગળ વધવાની તકો વધશે અને જ્યાં ભાજપની અપેક્ષા કરતા દેખાવો નબળો હશે ત્યાં તેમના વર્તમાન હોદા પર સંકટ આવી શકે છે.લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સંગઠનથી માંડી સરકાર સુધીની ફેરબદલીની શકયતા સેવાઇ રહી છે.જેની શરૂઆત સુભાસપાના અધ્યક્ષ અને પ્રદેશ સરકારના મંત્રી ઓમપ્રકાશ રાજભરની રવાનગી સાથે જોવા મળી શકે છે. પરિણામો મંત્રીમંડળમાં ફેરબદલમાં સ્થાન મળવાના સ્વપ્ના જોઇ રહેલા વિધાનસભ્યો અને સંગઠનના પદાધિકારીઓને ઝટકા પણ આપી શકે છે. એ ચોકકસ છે કે હવે મંત્રીમંડળમાં સામેલ કરવા કે ન કરવા તેનો નિર્ણય આ લોકસભાના ચૂંટણી પરિણામોથી નકકી થશે.

Related posts

બ્લેક ફ્રાઈડે : સેંસેક્સમાં ૪૧૦ પોઇન્ટનો ઘટાડો

aapnugujarat

कुलभूषण मामले में आईसीजे जल्द करे सुनवाईः पाकिस्तान

aapnugujarat

ગુજરાતમાં ઓખી વાવાઝોડું આજે ત્રાટકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1