Aapnu Gujarat
મનોરંજન

વિવેકના વિવાદાસ્પદ ટ્‌વીટ પર અમિતાભ બચ્ચને લખ્યું કે,સોશિયલ મીડિયા પર સમજી વિચારીને ઉલ્લેખ કરો

બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયે સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના બનેલ એક મીમને સોશિયલ મીડિયા પર શેર કરી જબરદસ્ત વિવાદમાં ફસાયો છે. વિવેકના આ ટ્‌વીટની યૂઝર્સ આકરી ટીકા કરી રહ્યા છે. ઉપરાંત બોલિવૂડના કેટલાક એક્ટર્સ પર વિવેક ઓબરોયને સલાહ આપતા દેખાઈ રહ્યા છે.જ્યારે બચ્ચન પરિવારની પુત્રવધૂ એશ્વર્યા રાહ બચ્ચનને લઇ વિવેક ઓબેરોય દ્વારા કરવામાં આવેલ વિવાદાસ્પદ કમેન્ટ પર હવે સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પ્રતિક્રિયા આપી છે. જોકે તેમને વિવેક ઓબેરોયને સીધે સંબોધિત નથી કર્યો. પરંતુ એક ટ્‌વીટ શેર કરી આ મામલે પોતાનો અભિગમ પરોક્ષ રીતે રજૂ કર્યો છે.
સોશિયલ મીડિયા પર કમેન્ટ કરતા અમિતાભ બચ્ચને લખ્યું કે,‘સોશિયલ મીડિયા પર સમજી વિચારીને ઉલ્લેખ કરો, એ દોસ્ત સામાજિક વિશ્વાસથી અસંગત ન થાઓ. ’ ઉલ્લેખનીય છે કે વિવેક ઓબેરોયે મસ્તીમાં એક મીમને કમેન્ટ કરી રિટિ્‌વટ કર્યું હતું. જેને લઈ જબરદસ્ત રીતે ટ્રોલ થયો. મામલો મહિલા આયોગ સુધી પહોંચી ગયો હતો. જેના પછી વિવાદ વધુ સર્જાતા જોઈ વિવેક ઓબેરોયે વધુ એક ટ્‌વીટ કરી સફાઈ આપતા માફી માંગી હતી અને વિવાદાસ્પદ ટ્‌વીટને ડિલીટ કરી હતી. પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.તમને જણાવી દઈએ કે વિવેક ઓબેરોય દ્વારા તેના ટ્‌વીટર હેન્ડલ પર શેર કરેલાં મીમમાં સલમાન અને એશ્વર્યાના ફોટા પર ઓપિનિયન પોલ લખેલું હતું. જ્યારે વિવેક ઓબરોય અને એશ્વર્યાના ફોટો પર એક્ઝિટ પોલ લખેલું હતું અને અભિષેક, આરાધ્યા અને એશ્વર્યાના ફોટો પર રિઝલ્ટસ લખેલું હતું. બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર, ક્રિતી ખરબંદા, ઉર્મિલા માતોંડકરએ પણ વિવેક ઓબેરોયના વ્યવહારથી નારાજગી વ્યક્ત કરી છે અને દુઃખ જાહેર કર્યું છે.

Related posts

બાફ્ટા એવોર્ડસની રેડ કાર્પેટ પર છવાઇ પ્રિયંકા ચોપડા

editor

રોબર્ટ પેટીન્સનને નવા ‘બેટમેન’ તરીકે પસંદ કરાયો

aapnugujarat

निक के २६वें जन्मदिन पर शादी कर सकती हैं प्रियंका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1