Aapnu Gujarat
મનોરંજન

ફરહાન અને Aditya વચ્ચે નથી થઇ લડાઈ!

બોલિવુડ એક્ટર ફરહાન અખ્તર અને Aditya Roy Kapoor ની વચ્ચે ઝઘડો થયો છે એવા ન્યુઝ થોડા સમયથી વધારે સામે આવી રહ્યા છે. પરંતુ અભિનેતા અને ફિલ્મ નિર્માતા ફરહાને સોશિયલ મીડિયા પર બંનેનો એક ફોટો પોસ્ટ કરતા આ અફવાહો પર પૂર્ણવિરામ લગાવી દીધો છે. આ ફોટામાં બંને હસતા નજર આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘આશિકી 2’ રિલીઝ અને બ્લોકબસ્ટર થયા પછી શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરની વચ્ચે અફેરની ચર્ચા થવા લાગી હતી. જો કે, બંને આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરતા હતા. તો બીજી તરફ, રોક ઓન 2 રિલીઝ પછી ફિલ્મના લીડ હીરો ફરહાન અખ્તરની સાથે શ્રદ્ધા કપૂરની નજદીકિયા વધાવા લાગી હતી. જો કે, આ બંને પણ પોતાના રિલેશનનો મીડિયાની સામે ક્યારેય સ્વીકાર કર્યો નથી.

તાજેતરમાં મહેશ ભટ્ટની કંપનીએ ૩૦ વર્ષ પૂર્ણ કર્યા હતા જેની ખુશીમા એક પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં ખાસ અને જૂના મિત્રો, આદિત્ય-શ્રદ્ધા જેમણે ભટ્ટ કેમ્પને આશિકી ૨ જેવી સુપરહીટ ફિલ્મ આપી છે તેઓ આ પાર્ટીમા બંને વધારે ક્લોઝ નજર આવ્યા હતા. પરંતુ પાર્ટીમાં હાજર ફરહાન અખ્તરને તે પસંદ આવ્યું નહિ. પરંતુ શ્રદ્ધા કપૂરને તેની જાણ થઇ ગઈ અને તે તુરંત આદિત્ય રોય કપૂરને છોડી ફરહાન અખ્તર પાસે પહોચી. પરંતુ તે પહેલા ફરહાન અખ્તર પાર્ટી છોડી તેમના ઘરે પહોચ્યા હતા. જો કે, શ્રદ્ધા કપૂરે થોડા સમય પછી આ વાતને સંભાળવા માટે ફરહાન અખ્તરનાં ઘરે પહોચી હતી. બીજી તરફ ફરહાનના ઘરની બહાર આદિત્યની ગાડી પણ જોવા મળી હતી જેનાથી સ્પષ્ટ થાય છે કે, ખુદ આદિત્ય શ્રદ્ધાને લઈને ત્યાં આવ્યા હતા.

Related posts

मिताली राज की बायोपिक में काम करेंगी तापसी पन्नू

aapnugujarat

किक २ का डायरेक्शन करेंगे रोहित

aapnugujarat

कोरोना से जंग लड़ रहे लोगों की मदद के लिए आगे आए शाहरुख खान

editor

Leave a Comment

URL