Aapnu Gujarat
રાષ્ટ્રીય

હવે ફેથ હિલિંગ કરનારા પર તવાઇ : મંદિરો, દરગાહમાં ઓઝા, પીરઝાદા પર નજર

સમાજમાં ફેલાયેલા અંધવિશ્વાસને રોકવા માટે હવે આક્રમક તૈયારી કરવામાં આવી રહી છે. ભુત પ્રેત ભગાવવાના નામ પર જો માનવ અધિકાર ભંગની કોઇ ફરિયાગ મળશે તો હવે ઓઝા અને પીરઝાદાઓને જેલ ભેગા કરવામાં આવનાર છે. ફેથ હિલિંગ અને મંદિરો, દરગાહ અને અન્ય જગ્યા પર કરવામાં આવતી સારવારને રોકવા માટે તંત્ર દ્વારા કમર કસી લેવામાં આવી છે. સૌથી પહેલા ઉતરપ્રદેશમાં આ અંગેની તૈયારી કરી લેવામાં આવી છે. મંદિરો, દરગાહ અને અન્યત્ર જુદી જુદી તકલીફને લઇને મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. આ લોકો અંધવિશ્વાસમાં ધેરાયેલા હોય છે. પોતાની ગંભીર બિમારીની સારવાર માટે પણ મંદિરો અને દરગાહ ખાતે સક્રિય રહેલા લોકો પાસે પહોંચે છે. હવે અંધવિશ્વાસના નામ પર ઝાડફુંક કરનાર તાંત્રિક બાબાઓ પર તવાઇ આવનાર છે. કારણ કે મુખ્ય તબીબી અધિકારીઓ ગામે ગામ ફરશે અને આવા ઓઝા અને પીરઝાજાઓની ઓળખ કરનાર છે. જે ધાર્મિક સ્થળ પર માનસિક રોગીઓની સારવાર થઇ રહી છે તેમની ઓળખ કરવામાં આવનાર છે. આવા સ્થળોની યાદી તૈયાર કરવામાં આવનાર છે. ભુત પ્રેત ભગાડી દેવાના નામ પર થતી ગતિવિધીઓ પર બ્રેક મુકવામાં આવનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે ભુત પ્રેત ભગાડી દેવાના નામ પર જો માનવ અધિકાર ભંગની કોઇ પણ ફરિયાદ મળશે તો ઓઝા અને પીરઝાદાને જેલ ભેગા કરવામાં આવશે. ૨૩મી મે બાદ આને લઇને આરોગ્ય વિભાગ એક જોરદાર અભિયાન ચલાવશે. હાલમાં ચૂંટણી ગરમી વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે જેની તરફ કોઇની નજર ગઇ નથી.આ આદેશ ફેથ હિલિંગ અથવા તો આસ્થા આધારિત ઉપચાર સાથે સંબંધિત છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ છે કે ફેથ હિલિંગ અથવા તો આસ્થા આધારિત ઉપચારના નામ પર ધાર્મિક સ્થળો પર થઇ રહેલા માનવ અધિકાર ભંગના મામલાને તરત રોકવામાં આવે તે જરૂરી છે. ઉતરપ્રદેશ સરકારને સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુજબનો આદેશ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ સંબંધમાં દાખલ કરવામાં આવેલી એક અરજીના જવાબમાં આ મુજબનો આદેશ કરવામાં આવ્યો છે. કોર્ટના આદેશ બાદ યોગી આદિત્યનાથ સરકારે ઉત્તરપ્રદેશના તમામ મુખ્ય તબીબી અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ જિલ્લાઓમાં એવા તમામ ધાર્મિક સ્થળો અને માનસિક ઉપચાર કેમ્પ અને કેન્દ્રોની ઓળખ કરે જ્યાં માનસિક રોગીઓન સારવાર કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ગંભીર નોંધ આ મામલે લેવામાં આવ્યા બાદ હવે યોગી સરકારે કમર કસી લીધી છે.
સુપ્રીમ કોર્ટના ધ્યાનમાં આવ્યુ છે કે ધર્મના નામ પર સારવાર કરનાર માનવ અધિકારોનો ભંગ કરે છે. ભુત અને પ્રેત આત્મા આવે છે તેમ કહીને તેમને માર મારવામાં આવે છે તેમને ધમકાવવામાં આવે છે. તેમને કેટલીક વખત સાંકળમાં બાંધી દેવામાં આવે છે.

Related posts

હિંમત હોય તો તાજ મહેલને મંદિર બનાવીને બતાવો : મહેબુબા મુફતી

aapnugujarat

અયોધ્યા-કાશી છોડો, પહેલા જામા મસ્જિદ તોડો : સાક્ષી મહારાજ

aapnugujarat

લાલૂ યાદવ મિડિયાના ડાર્લિંગ બની ગયા છે : નીતિશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1