દિલ્હીની એક અદાલતે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહને સરકારી બંગલાને ખાલી કરવા માટે સૂચના આપી દીધી છે. આ બંગલાની ફાળવણી જ્યારે તેઓ સંસદ સભ્ય હતા ત્યારે કરવામાં આવી હતી. તેઓ ગેરકાયદે કબજો ધરાવી રહ્યા હતા. કોર્ટે કોંગ્રેસી નેતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. જનપથ બંગલાને ખાલી કરવા માટે અમરિન્દરસિંહને આદેશ કરવાની માંગ કરીને એસ્ટેટ ઓફિસરો દ્વારા જારી કરવામાં આવેલા ૨૪મી માર્ચના આદેશની સામે કોંગ્રેસ નેતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે એવી દલીલ પણ ફગાવી દીધી હતી કે, તેમને હજુ થોડાક વધારે સમયની જરૂર છે. માનવતાના સંદર્ભમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. અમરિન્દરસિંહે ગયા વર્ષે ૨૩મી નવેમ્બરના દિવસે લોકસભામાંથી રાજીનામુ આપ્યું હતું. ૨૩મી ડિસેમ્બર ૨૦૧૬ના દિવસથી અમલી બને તે રીતે બંગલાની ફાળવણી રદ કરવામાં આવી હતી.
પાછલી પોસ્ટ